Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સંજય દત્ત હતો ઍક્ટ્રેસ સોનમનો સીક્રેટ ક્રશ

સંજય દત્ત હતો ઍક્ટ્રેસ સોનમનો સીક્રેટ ક્રશ

Published : 04 November, 2026 02:59 PM | Modified : 04 November, 2026 04:41 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સોનમ અને સંજયે ૧૯૯૦માં આવેલી ફિલ્મ ‘ક્રોધ’માં સાથે કામ કર્યું હતું. શશીલાલ કે. નાયરના ડિરેક્શનમાં બનેલી આ ઍક્શન ફિલ્મમાં સની દેઓલ અને અમૃતા સિંહે પણ મહત્ત્વની ભૂમિકાઓ ભજવી હતી.

સોનમ

સોનમ


એક સમયની સુપરહૉટ અને ગ્લૅમરસ ઍક્ટ્રેસ સોનમે પોતાના ભૂતકાળ સાથે જોડાયેલું એક રસપ્રદ રહસ્ય જાહેર કર્યું છે. તેણે જણાવ્યું હતું કે એક સમયે તેને પોતાના સહકલાકાર સંજય દત્ત પ્રત્યે સીક્રેટ ક્રશ હતો પણ તેણે ક્યારેય સંજય સામે પોતાની લાગણી વ્યક્ત કરી નહોતી. સોનમ અને સંજયે ૧૯૯૦માં આવેલી ફિલ્મ ‘ક્રોધ’માં સાથે કામ કર્યું હતું. શશીલાલ કે. નાયરના ડિરેક્શનમાં બનેલી આ ઍક્શન ફિલ્મમાં સની દેઓલ અને અમૃતા સિંહે પણ મહત્ત્વની ભૂમિકાઓ ભજવી હતી. આ ફિલ્મમાં બદલો લેવાની વાર્તાની સાથે બન્ને ભાઈઓ વચ્ચેના સંબંધને પણ દર્શાવવામાં આવ્યો હતો.

સોનમે સોશ્યલ મીડિયા પોસ્ટમાં સંજય દત્ત સાથે કામ કરવાના દિવસોને યાદ કરતાં તેને શાનદાર સહકલાકાર ગણાવ્યો હતો. સોનમે સોશ્યલ મીડિયા પર સંજય સાથેની પોતાની એક જૂની તસવીર શૅર કરીને લખ્યું હતું કે ‘આખરે સંજુ બાબા મારા પેજ પર આવી જ ગયા. હું જે એકમાત્ર અભિનેતા સાથે કામ કરતી વખતે સીક્રેટ રીતે ખૂબ જ પ્રેમ કરવા લાગી હતી એ સંજુ બાબા જ હતા. તેમને આ વાતનો જરાય અંદાજ નહોતો અને મેં તેમને ક્યારેય કહ્યું પણ નહોતું. મારા માટે તેઓ સૌથી શાનદાર સહકલાકાર હતા અને તેમનું દિલ સોના જેવું છે. સંજુ બાબા સાથે મેં જે પણ ફિલ્મોમાં કામ કર્યું છે એની સાથે જોડાયેલી સુંદર યાદોને હું હંમેશાં સાચવીને રાખીશ.’


Whatsapp-channel Whatsapp-channel

04 November, 2026 04:41 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK