તું એક ખરાબ ઉદાહરણ બનીને રહી જશે: સોના મોહાપાત્રા
સોના મોહાપાત્રા
સિંગર સોના મોહાપાત્રાએ કંગના રનોટ પર વાર કરતાં જણાવ્યું કે કોઈના નિધનનો ફાયદો પોતાના વ્યક્તિગત લાભ માટે ઉઠાવીને અવસરવાદી બનવું ખરાબ છે. સુશાંત સિંહ રાજપૂતે 14 જૂને સુસાઇડ કર્યા બાદ તેને ન્યાય અપાવવા માટે કંગના આક્રમક બની છે. તે હાલમાં બૉલીવુડની ઝાટકણી કાઢી રહી છે. એથી ટ્વિટર પર સોના મોહાપાત્રાએ ટ્વીટ કર્યું હતું કે ‘કોઈને માફિયા જણાવવું, સસ્તી કૉપી કહેવું, સૉફ્ટ પૉર્ન સ્ટાર જણાવવું યોગ્ય છે? કોઈના અકાળ નિઘનનો લાભ લઈને મસીહા બનીને તકવાદી બનવું ખરેખર ખરાબ છે. એનાથી તું પ્રામાણિકતાની મૂર્તિ ન બની શકે. હિન્દુ સંસ્કૃતિને તું આગળ નહીં વધારી શકીશ, પરંતુ એક ખરાબ ઉદાહરણ બની જઈશ.’

