લાંબાલચક વીજ બિલ સામેની લડાઈમાં જોડાયાં સોહા અલી ખાન અને નિમ્રત કૌર
સોહા અલી ખાન
બૉલીવુડની ઘણી સેલિબ્રિટીઝનું બિલ ખૂબ જ વધુ આવ્યું છે. તાપસી પન્નુ, હુમા કુરેશી, ડિનો મોરિયા અને અમાયરા દસ્તુર જેવી ઘણી સેલિબ્રિટીઝનું ઘરનું બિલ ખૂબ જ વધુ આવ્યું છે. આ લિસ્ટમાં નિમ્રત કૌર, સોહા અલી ખાન અને નેહા ધુપિયા પણ જોડાયાં છે. લૉકડાઉનમાં તેમનું બિલ પણ ખૂબ જ વધુ આવ્યું છે. આ વિશે નિમ્રત કૌરે ટ્વીટ કર્યું હતું કે ‘દરેક વ્યક્તિની જેમ અદાણી, હું પણ આમાં ફસાઈ છું.
તમે કેવી રીતે કૅલ્ક્યુલેશન કર્યું એ વિશે જણાવવાનો ટાઇમ મળશે? અમને તો અહીં સાંભળશે લોકો પણ જે લોકોનું કોઈ નહીં સાંભળે તેમનું શું? શૉકડાઉન.’
આ વિશે સોહા અલી ખાને ટ્વીટ કર્યું હતું કે ‘શું અમારે આ વધુપડતા ઇલેક્ટ્રિસિટી રેટ્સને સ્વીકારીને એ ભરપાઈ કરવાના છે? અદાણી, અમને જે બિલ મળ્યું છે એ અમારું જે નૉર્મલ બિલ આવે છે એનું ત્રણગણું બિલ છે. શું તમે જવાબ આપી શકશો?’
સોહાના ટ્વીટ પર નેહા ધુપિયાએ પણ ટ્વીટ કર્યું હતું કે ‘હા, મારું પણ એવું જ થયું છે. અદાણીમાંથી કોઈ અમને જવાબ આપી શકે છે જેથી અમે અંધારામાં ન રહીએ.’

