આ માટેનું શ્રેય રજનીકાન્ત અને કમલ હાસનને આપે છે સિદ્ધાર્થ
ફાઇલ તસવીર
સિદ્ધાર્થનું કહેવું છે કે સાઉથના ઍક્ટર્સ આલ્કોહૉલને પ્રમોટ નથી કરતા એનું શ્રેય રજનીકાન્ત અને કમલ હાસનને જાય છે. સિદ્ધાર્થ અને કમલ હાસન પહેલી વખત ‘ઇન્ડિયન 2’માં સાથે દેખાવાના છે. સાઉથના ઍક્ટર્સ સ્મોકિંગ કે પછી એને સંબંધિત વસ્તુઓને પ્રમોટ નથી કરતા એ વિશે સિદ્ધાર્થ કહે છે, ‘રજની સર અને કમલ સરે ઘણાં વર્ષો પહેલાં નિર્ણય કર્યો હતો કે તેઓ આલ્કોહૉલ, સ્મોકિંગ, પાન મસાલા અને એને સંબંધિત કોઈ પણ પદાર્થની ઍડ્વર્ટાઇઝ નહીં કરે. જો તેઓ કરતા હોત તો સાઉથમાં અન્યોએ પણ એની ઍડ્વર્ટાઇઝ કરી હોત. કોઈએ નથી કરી, કારણ કે તેમણે પોતાના માટે એ નિયમ બનાવી રાખ્યા હતા. અમારી ઇન્ડસ્ટ્રીમાં આવા બે લેજન્ડ્સ હોવાનો અમને ગર્વ છે, કારણ કે તેમણે અમારું માર્ગદર્શન કર્યું છે.’

