સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ રેડિટ પર શ્રદ્ધા કપૂરના ફૅને એક વિડિયો શૅર કર્યો છે જેમાં ઍક્ટ્રેસ તેના બૉયફ્રેન્ડ રાહુલને ગળે વળગાડતી જોવા મળે છે.
શ્રદ્ધા કપૂર અને તેના બૉયફ્રેન્ડ રાહુલ મોદીની તસવીરો વાઇરલ થઈ રહી
શ્રદ્ધા કપૂર અને તેના બૉયફ્રેન્ડ રાહુલ મોદીની તસવીરો વાઇરલ થઈ રહી છે જેમાં શ્રદ્ધા બહુ પ્રેમથી રાહુલને ગળે લગાવતી જોવા મળે છે.
સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ રેડિટ પર શ્રદ્ધા કપૂરના ફૅને એક વિડિયો શૅર કર્યો છે જેમાં ઍક્ટ્રેસ તેના બૉયફ્રેન્ડ રાહુલને ગળે વળગાડતી જોવા મળે છે. આ પ્રેમી જોડી ગાડી પાસે ઊભી છે અને પોતાના અલગ-અલગ રસ્તે જવાની તૈયારી કરી રહી છે. એ સમયે શ્રદ્ધા ‘બાય’ કર્યા પછી રાહુલને ગળે વળગાડે છે અને પછી આગળ વધી જાય છે.
ADVERTISEMENT
શ્રદ્ધા અને રાહુલનો આ વિડિયો જોરદાર વાઇરલ થઈ રહ્યો છે. બન્નેની આ કેમિસ્ટ્રીનાં લોકો વખાણ કરી રહ્યા છે. બન્નેને ફરી સાથે જોઈને ફૅન્સ કહી રહ્યા છે કે હવે તો તેમણે લગ્ન કરી લેવાં જોઈએ. રાહુલ મોદી ફિલ્મરાઇટર છે અને તેણે શ્રદ્ધા કપૂરની ફિલ્મ ‘તૂ જૂઠી મૈં મક્કાર’ લખી હતી. આ જોડી લાંબા સમયથી એકમેક સાથે છે, પણ હજી સુધી બેમાંથી કોઈએ પોતાની રિલેશનશિપ જાહેરમાં સ્વીકારી નથી.

