શ્રદ્ધાએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં પાણીપૂરી ખાતી પોતાની તસવીર શૅર કરી હતી
શ્રદ્ધા કપૂર
શ્રદ્ધા કપૂરની સફળતા ગાડી પૂરપાટ દોડી રહી છે ત્યારે હાલ તેણે અમદાવાદ ખાતે એક લગ્નના ફૂડ-કાઉન્ટર પર અનલિમિટેડ પાણીપૂરી ખાવાની મજા માણી હતી. આ ફંક્શનમાં શ્રદ્ધા ડિઝાઇન અનીતા ડોંગરેના પોણાબે લાખ રૂપિયાના ડિઝાઇનર આઉટફિટમાં બહુ સુંદર લાગી રહી હતી.
શ્રદ્ધાએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં પાણીપૂરી ખાતી પોતાની તસવીર શૅર કરીને કમેન્ટ કરી કે ‘ગણવાનું ભૂલી ગઈ, પણ પછી યાદ આવ્યું કે લગ્નમાં તો અનલિમિટેડ પાણીપૂરી હોય છે.’

