Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ૪૯ વર્ષની થયેલી શોલેનો સ્પેશ્યલ શો યોજાયો મુંબઈમાં

૪૯ વર્ષની થયેલી શોલેનો સ્પેશ્યલ શો યોજાયો મુંબઈમાં

Published : 02 September, 2024 07:40 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

‘શોલે’નું વન-ટાઇમ સ્પેશ્યલ સ્ક્રીનિંગ કોલાબાના રીગલ થિયેટરમાં રાખવામાં આવ્યું હતું

સોશ્યલ મીડિયા પર આ સ્ક્રીનિંગની આગોતરી જાણકારી આપવામાં આવી હતી

સોશ્યલ મીડિયા પર આ સ્ક્રીનિંગની આગોતરી જાણકારી આપવામાં આવી હતી


શનિવારની સાંજે હિન્દી ફિલ્મજગતની આઇકૉનિક ફિલ્મ ‘શોલે’નું મુંબઈમાં મોટા પડદે પુનરાગમન થયું. ૧૯૭૫ની ૧૫ ઑગસ્ટે રિલીઝ થયેલી ‘શોલે’ને ૪૯ વર્ષ પૂરાં થયાં છે ત્યારે આ ફિલ્મની લેખક બેલડી સલીમ-જાવેદના શાશ્વત વારસાને સેલિબ્રેટ કરવા ‘શોલે’નું વન-ટાઇમ સ્પેશ્યલ સ્ક્રીનિંગ કોલાબાના રીગલ થિયેટરમાં રાખવામાં આવ્યું હતું.


સોશ્યલ મીડિયા પર આ સ્ક્રીનિંગની આગોતરી જાણકારી આપવામાં આવી હતી, જેને પગલે આ શો એકદમ પૅક ગયો હતો. આ શોમાં સલીમ ખાન અને જાવેદ અખ્તરે પણ હાજરી આપીને ‘શોલે’પ્રેમીઓને જલસો કરાવી દીધો હતો. ઉલ્લેખનીય છે કે સલીમ-જાવેદ વિશેની એક ડૉક્યુ-સિરીઝ હાલમાં જ પ્રાઇમ વિડિયો પર આવી છે; જેમાં તેમના જીવન અને કારકિર્દી વિશેની વાતો, ઇન્ટરવ્યુ વગેરેનો સમાવેશ છે.


Whatsapp-channel Whatsapp-channel

02 September, 2024 07:40 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK