ત્યાંની હોટેલની એક રૂમમાં તેને ઘોસ્ટ હોવાનો અનુભવ થયો છે
શહનાઝ ગિલ
શહનાઝ ગિલ હાલમાં અમેરિકાની ટૂર પર છે. ત્યાંની હોટેલની એક રૂમમાં તેને ઘોસ્ટ હોવાનો અનુભવ થયો છે. એમાં તેને નેગેટિવ એનર્જીનો એહસાસ થયો છે. આ વાતની માહિતી તેણે ગઈ કાલે આપી હતી. તે માયામીમાં તેની કઝિન સાથે વૉક કરી રહી છે. એ દરમ્યાન શહનાઝને રૂમમાં કેવો અનુભવ થયો હતો એ વિશે તેની કઝિન કહે છે, અમારા રૂમમાં અમને ઘોસ્ટ હોવાનો એહસાસ થયો હતો.
બાદમાં શહનાઝ કહે છે, ‘અમને વિચિત્ર અનુભવ થયો હતો. અમારી રૂમમાં નેગેટિવ એનર્જીનો એહસાસ થયો હતો.’

