ફોર મોર શૉટ્સ પ્લીઝની સીઝન થ્રીનું શૂટિંગ જલદી શરૂ થશે:કીર્તિ કુલ્હારી
ફોર મોર શૉટ્સ પ્લીઝની સીઝન થ્રીનું શૂટિંગ જલદી શરૂ થશે:કીર્તિ કુલ્હારી
કીર્તિ કુલ્હારીએ જણાવ્યું છે કે ‘ફોર મોર શૉટ્સ પ્લીઝ’ની સીઝન 3નું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. ઍમેઝૉન પ્રાઇમ વિડિયોની આ સિરીઝમાં કીર્તિની સાથે જ સયાની ગુપ્તા, માનવી ગાગરૂ અને બાની જે. પણ જોવા મળશે. શોમાં દેખાડવામાં આવ્યું હતું કે આ ચારેય ફ્રેન્ડ્સ તેમની રિલેશનશિપ્સ, વર્ક-લાઇફમાં વિવાદ, મહત્ત્વાકાંક્ષા અને પુરુષ પ્રધાન સમાજ જેવા મુદ્દાઓનો સામનો કરી રહી હોય છે. શોની ચારેય ઍક્ટ્રેસિસનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કીર્તિએ કૅપ્શન આપી હતી કે ‘અમે હવે ફરીથી આવી રહ્યાં છીએ ‘ફોર મોર શૉટ્સ પ્લીઝ’ની સીઝન 3ને લઈને. એનું શૂટિંગ જલદી જ શરૂ કરવાનાં છીએ. આ ત્રણેય ક્રેઝીની સાથે કામ કરવાની મજા આવશે.’

