આ અવૉર્ડ તેને તેની ફિલ્મ ‘મિસિસ’ માટે મળ્યો છે. આ ફિલ્મ મલયાલમ ફિલ્મ ‘ધ ગ્રેટ ઇન્ડિયન કિચન’ની હિન્દી રીમેક છે
સાન્યા મલ્હોત્રા
સાન્યા મલ્હોત્રા માટે જશ્નનો સમય છે. તેને ન્યુ યૉર્ક ઇન્ડિયન ફિલ્મ-ફેસ્ટિવલમાં બેસ્ટ ઍક્ટ્રેસનો અવૉર્ડ મળ્યો છે. આ અવૉર્ડ તેને તેની ફિલ્મ ‘મિસિસ’ માટે મળ્યો છે. આ ફિલ્મ મલયાલમ ફિલ્મ ‘ધ ગ્રેટ ઇન્ડિયન કિચન’ની હિન્દી રીમેક છે. ફિલ્મની સ્ટોરી એક એવી મહિલાની છે જે કિચનમાં કામ કરતાં અને ઘરની જવાબદારી સંભાળતાં કઈ રીતે પોતાની જાતને ડિસ્કવર કરે છે. આ ફિલ્મ એવી અસંખ્ય મહિલાઓના સંઘર્ષની સ્ટોરી દેખાડે છે જેના તરફ ધ્યાન નથી અપાયું. આ ફિલ્મનું સ્ક્રીનિંગ ન્યુ યૉર્ક ઇન્ડિયન ફિલ્મ-ફેસ્ટિવલમાં થયું હતું.

