હીરા મંડી માટે ટોચની ઍક્ટ્રેસિસ સાથે ચર્ચા કરી રહ્યા છે ભણસાલી
સંજય લીલા ભણસાલી
સંજય લીલા ભણસાલી તેની આગામી ફિલ્મ ‘હીરા મંડી’ માટે બૉલીવુડની ટોચની ઍક્ટ્રેસિસ જેવી કે ઐશ્વર્યા રાય બચ્ચન, દીપિકા પાદુકોણ, માધુરી દીક્ષિત નેને, મનીષા કોઇરાલા, વિદ્યા બાલન અને પરિણીતી ચોપડા સાથે ચર્ચા કરી રહ્યા છે. આ ફિલ્મ માટે સંજય લીલા ભણસાલી પોતે કાસ્ટિંગ કરી રહ્યા છે. આ ફિલ્મને તેનો ભૂતપૂર્વ અસિસ્ટન્ટ વિભુ પુરી ડિરેક્ટ કરશે. ‘હીરા મંડી’માં લાહોરના રેડ લાઇટ એરિયાની સ્ટોરી પર પ્રકાશ પાડવામાં આવશે. જણાવી દઈએ કે સંજય લીલા ભણસાલી હાલમાં આલિયા ભટ્ટ સાથેની ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ના શૂટિંગમાં બિઝી છે. આ ફિલ્મ પણ મુંબઈના કામાઠીપુરા વિસ્તારની દુનિયામાં ડોકિયું કરશે. સંજય લીલા ભણસાલીના ફૅન્સ તેની ફિલ્મો માટે હંમેશાંથી ઉત્સાહિત હોય છે. આ ફિલ્મો તેમને વાસ્તવિકતા સાથે રૂબરૂ કરાવશે.

