Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Mumbai પહોંચ્યા બાદ આ એક્ટર બન્યો હતો શાહરુખ ખાનનો સૌથી પહેલો મિત્ર, જાણો કોણ

Mumbai પહોંચ્યા બાદ આ એક્ટર બન્યો હતો શાહરુખ ખાનનો સૌથી પહેલો મિત્ર, જાણો કોણ

Published : 20 March, 2023 05:21 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

શાહરુખ ખાને જણાવ્યું કે કોણ શખ્સ હતો, જેણે તેના મુંબઈ આવ્યા બાદ સૌથી પહેલો મિત્રતાનો હાથ લંબાવ્યો હતો અને કંઈક એવું કહ્યું હતું.

શાહરુખ ખાન (ફાઈલ તસવીર)

શાહરુખ ખાન (ફાઈલ તસવીર)


પઠાણના (Pathaan) સુપર હિટ થયા બાદ બૉલિવૂડના બાદશાહ શાહરુખ ખાન (Shah Rukh Khan) એકવાર ફરી ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર તેના અનેક વીડિયોઝ અને રીલ વાયરલ થઈ રહ્યા છે. અલાના પાંડેના લગ્નમાં પત્ની ગૌરી સાથે ડાન્સના વીડિયોઝ પણ ચર્ચામાં છવાયા બાદ હવે સંજય દત્તના વખાણ કરતા શાહરુખનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં પઠાણ શાહરુખ ખાન પોતાના જીવન સાથે જોડાયેલી મહત્વની માહિતી ચાહકો સાથે શૅર કરતો જોવા મળે છે.


એક ટૉક શૉની આ રીલમાં શાહરુખ ખાન અને સંજય દત્ત બન્ને જોવા મળી રહ્યા છે. બૉલિવૂડના બાદશાહ ખાન માયાનગરી મુંબઈમાં પોતાના શરૂઆતના દિવસોની સ્ટોરી જણાવતા કહે છે કે મુંબઈ આવ્યાના થોડાંક જ દિવસ બાદ તેની કોઈની સાથે લડાઈ ગઈ હતી. તે સમય તે મુંબઈમાં કોઈની વધારે નજીક નહોતો. તે પોતાને એકલો અનુભવી રહ્યો હતો ત્યારે સંજય દત્ત તેમની મદદ માટે આવ્યા હતા. બાદશાહ ખાને કહ્યું કે એક શખ્સ પોતાની જીપથી આવ્યો અને કહ્યું કે એની વન ટચેઝ યૂ દેન ટેલ મી. તે સંજય દત્ત હતો, મારો મોટો ભાઈ.



આ પણ વાંચો : આકરી ગરમી છતાં મુંબઈને કોઈ નવી એસી લોકલ નહીં: મુંબઈકરોએ જોવી પડશે વધુ રાહ


વીડિયોમાં સંજય દત્ત પણ દેખાઈ રહ્યા છે, જે શાહરુખની વાત સાંભળીને મલકાતો દેખાય છે. શાહરુખ ખાને કહ્યું કે `હું તે સમયે મુંબઈમાં નવો હતો અને મારી મદદ કરનાર કોઈ નહોતું. એવામાં સંજય દત્તે આગળ આવીને મદદની રજૂઆત કરી એ મારે માટે ખૂબ જ મહત્વની વાત છે.` જણાવવાનું કે અપકમિંગ પ્રૉજેક્ટ જવાનમાં શાહરુખ ખાન અને સંજય દત્ત સાથે દેખાવાના કયાસ લગાડવામાં આવી રહ્યા છે. ફિલ્મ પઠાનથી મોટા પડદે ધમાકેદાર કમબૅક બાદ શાહરુખ ખાનની અપકમિંગ પ્રૉજેક્ટ જવાન અને ડંકીને લઈને ચાહકો ખૂબ જ એક્સાઈટેડ છે.


Whatsapp-channel Whatsapp-channel

20 March, 2023 05:21 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK