સંજય દત્તના પેરન્ટ્સ સુનીલ દત્ત અને નર્ગિસ દત્ત હતાં. સુનીલ દત્તનું મૃત્યુ ૨૦૦૫ની ૨૫ મેએ થયું હતું. નર્ગિસ દત્તનું મૃત્યુ ૧૯૮૧ની ત્રીજી મેએ થયું હતું.
સંજય દત્ત
સંજય દત્તે બિહારના ગયામાં તેના પેરન્ટ્સના આત્માને શાંતિ મળે એ માટે ‘પિંડદાન’ કર્યું છે. સંજય દત્તના પેરન્ટ્સ સુનીલ દત્ત અને નર્ગિસ દત્ત હતાં. સુનીલ દત્તનું મૃત્યુ ૨૦૦૫ની ૨૫ મેએ થયું હતું. નર્ગિસ દત્તનું મૃત્યુ ૧૯૮૧ની ત્રીજી મેએ થયું હતું. સંજય દત્તે ચાર્ટર્ડ ફ્લાઇટમાં આવ્યો હતો. તેણે વાઇટ કુરતા-પાયજામા પહેર્યા હતા. ફાલ્ગુ નદીના કાંઠે આવેલા મોક્ષધામ વિષ્ણુપદ મંદિરે તે ગયો હતો. તે મંદિરમાં આવ્યો હોવાના સમાચાર સાંભળીને તેને જોવા માટે ઘણા લોકો ભેગા થઈ ગયા હતા.

