કભી ઈદ કભી દિવાલીમાં આ સ્ટાર્સ જોવા મળશે? જાણો કોણ છે
સૂરજ પંચોલી, ઝહીર ઇકબાલ અને આયુષ શર્મા
સલમાન ખાનની ‘કભી ઈદ કભી દિવાલી’માં સૂરજ પંચોલી, ઝહીર ઇકબાલ અને આયુષ શર્મા જોવા મળે એવી શક્યતા છે. સલમાને ૨૦૧૫માં આવેલી ‘હીરો’ દ્વારા સૂરજને, ૨૦૧૮માં આવેલી ‘લવયાત્રી’ દ્વારા આયુષને અને ૨૦૧૯માં આવેલી ‘નોટબુક’ દ્વારા ઝહીરને લૉન્ચ કર્યો હતો. બૉલીવુડમાં નવી ટૅલન્ટને તક આપવા માટે સલમાન હંમેશાં આગળ રહે છે. ફિલ્મના ડિરેક્ટર ફરહાદ સામજીને ‘કભી ઈદ કભી દિવાલી’ ઍક્શન-કૉમેડીમાં કેટલાંક કૅરૅક્ટર્સ માટે ઇન્ડસ્ટ્રીમાં નવા આવેલા ચહેરાની જરૂર હતી એથી સલમાને આ ત્રણેયનાં નામ સૂચવ્યાં હતાં. ત્યાર બાદ ફરહાદ સામજી સાથે જ ફિલ્મના પ્રોડ્યુસર સાજિદ નડિયાદવાલા પણ આ ત્રણેય ઍક્ટર્સને લેવા રાજી થઈ ગયા હતા. ફિલ્મમાં તેમની નાનકડી, પરંતુ અગત્યની ભૂમિકા હશે.

