સલમાનનું રાધેનું કૅરૅક્ટર પણ લોકોમાં ખૂબ ફેમસ થયું હતું
સતિશ કૌશિક
સલમાન ખાનની સતીશ કૌશિક સાથે ‘તેરે નામ 2’ બનાવવાની ઇચ્છા હતી. થોડા સમય પહેલાં સતીશ કૌશિકનું નિધન થતાં આ ઇચ્છા અધૂરી રહી ગઈ છે. ‘તેરે નામ’ને સતીશ કૌશિકે ડિરેક્ટ કરી હતી. આ ફિલ્મ તામિલ ‘સેતુ’ની હિન્દી રીમેક હતી. ૨૦૦૩માં આવેલી ‘તેરે નામ’ ખૂબ હિટ રહી હતી. ફિલ્મનાં ગીત પણ લોકોને ખૂબ પસંદ પડ્યાં હતાં. સાથે જ સલમાનનું રાધેનું કૅરૅક્ટર પણ લોકોમાં ખૂબ ફેમસ થયું હતું. ફિલ્મમાં ભૂમિકા ચાવલા, રવિ કિશન અને સચિન ખેડેકર પણ જોવા મળ્યાં હતાં. સતીશ કૌશિક સાથે સલમાનનું બૉન્ડિંગ સ્ટ્રૉન્ગ હતું. બન્ને વચ્ચે આ ફિલ્મની સીક્વલ બનાવવા પર ચર્ચા પણ થઈ હતી. સતીશ કૌશિકે સીક્વલની સ્ક્રિપ્ટ પર ટૂંક સમયમાં કામ કરવાની વાત પણ સલમાનને કરી હતી. જોકે તેમના અચાનક અવસાનથી વાત આગળ નથી વધી શકી.


