સલમાન ખાનની લેટેસ્ટ તસવીરો વાઇરલ થઈ છે ત્યારે કમેન્ટ થઈ રહી છે કે હમારા ટાઇગર બુઢ્ઢા હો રહા હૈ
સલમાન ખાન
બૉલીવુડમાં ભાઈજાન તરીકે ઓળખાતો સલમાન ખાન પોતાની આગામી ફિલ્મ ‘સિકંદર’ના કારણે ચર્ચામાં છે. હાલમાં આ ફિલ્મનું શૂટિંગ આટોપાઈ ગયું છે અને એ ઈદના સમયે રિલીઝ કરવાનું પ્લાનિંગ છે. આ ફિલ્મનો છેલ્લો સીન મુંબઈમાં શૂટ કરવામાં આવ્યો હતો. આ ફિલ્મમાં સલમાન દાઢીવાળા ખાસ લુકમાં જોવા મળશે. જોકે ફિલ્મના શૂટિંગ પછી સલમાને તરત જ દાઢી હટાવીને ક્લીન-શેવ લુક અપનાવી લીધો હતો. હાલમાં સલમાનની કેટલીક લેટેસ્ટ તસવીરો સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ રહી છે જેને જોઈને ચાહકો ચિંતામાં મુકાઈ ગયા છે.
સલમાનની જે તસવીરો વાઇરલ થઈ છે એમાં તેણે વાઇટ અને બ્લુ શર્ટ સાથે લેધરનું બ્લૅક જૅકેટ તેમ જ બ્લૅક કૅપ પહેરી છે. આ તસવીરોમાં સલમાનના ચહેરા પર ચિંતા તો દેખાઈ રહી છે, પણ સાથે-સાથે તેના ચહેરાની ત્વચા ઢીલી પડી ગયેલી દેખાય છે જેના કારણે સલમાનની વય તેના ચહેરા પર સ્પષ્ટ નજરે ચડી રહી છે.
ADVERTISEMENT
આ તસવીરો જોઈને તેના ફૅન્સ જાતજાતનો પ્રતિભાવ આપી રહ્યા છે. એક ઇન્ટરનેટ યુઝરે લખ્યું છે કે ‘હમારા ટાઇગર બુઢ્ઢા હો રહા હૈ’ જ્યારે એક યુઝરે લખ્યું છે કે ‘દાદાજી હો ગઅે હૈં સલમાન ખાન’.

