સલમાન ખાનની ‘દબંગ’ના સ્પિન-ઑફને લઈને તેણે ઍટલી સાથે મુલાકાત કરી હોવાની ચર્ચા છે
ઍટલી
સલમાન ખાનની ‘દબંગ’ના સ્પિન-ઑફને લઈને તેણે ઍટલી સાથે મુલાકાત કરી હોવાની ચર્ચા છે. શાહરુખ ખાનની ‘જવાન’ની સ્ક્રિપ્ટ લખનાર અને એને ડિરેક્ટ કરનાર ઍટલી ખૂબ જ ચર્ચામાં છે. ઍટલી હવે વરુણ ધવનની પહેલી ઍક્શન ફિલ્મ ‘બેબી જૉન’ને પણ પ્રોડ્યુસ કરી રહ્યો છે. ઍટલીએ છેલ્લા થોડા દિવસમાં ગૅલેક્સી અપાર્ટમેન્ટમાં સલમાન અને પ્રોડ્યુસર અરબાઝ ખાન સાથે બેથી ત્રણ મુલાકાત કરી છે. ચુલબુલ પાંડેને ફરી જીવંત કરવા અને એને પહેલાં કરતા વધુ ગ્રૅન્ડ બનાવવાનું પ્લાનિંગ ચાલી રહ્યું છે. આ ફિલ્મને ઍટલી ડિરેક્ટ નહીં કરે એવું પણ બની શકે છે, પરંતુ એની સ્ક્રિપ્ટની જવાબદારી તેને સોંપવામાં આવી છે. તે આ ફિલ્મમાં ક્રીએટિવ ઇન્વૉલ્વમેન્ટ આપશે. આ સ્ટોરી કેવી રીતે આગળ વધારવામાં આવે એ વિશે ચર્ચા ચાલી રહી છે. સલમાનની ‘ધ બુલ’ને હાલમાં હોલ્ડ પર મૂકવામાં આવી છે. મૉલદીવ્ઝ સાથેના સંબંધ સુધરે છે કે નહીં એના પર આ ફિલ્મ ડિપેન્ડેડ છે. જોકે સલમાને આથી બીજી ફિલ્મ પર ફોકસ કરવાનું નક્કી કર્યું છે.

