Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > હેં! સલમાન ખાનની ઍક્સ ગર્લ ફ્રેન્ડ મળવા માગે છે લોરેન્સ બિશ્નોઈને, કરી આ માગણી

હેં! સલમાન ખાનની ઍક્સ ગર્લ ફ્રેન્ડ મળવા માગે છે લોરેન્સ બિશ્નોઈને, કરી આ માગણી

Published : 20 October, 2024 06:41 PM | Modified : 20 October, 2024 06:45 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Salman Khan Ex-girlfriend wants to meet Lawrence Bishnoi: અભિનેત્રીએ કહ્યું હતું કે સલમાને તેને ઐશ્વર્યા રાય માટે છોડી દીધી હતી. ત્યારપછી તેણે સલમાન પર અનેકવાર આરોપ લગાવ્યા છે, પરંતુ હવે તે લોરેન્સ સાથે વાત કરીને સલમાનને મદદ કરવા માગે છે.

સોમી અલી અને સલમાન ખાન (તસવીર: સોશિયલ મીડિયા)

સોમી અલી અને સલમાન ખાન (તસવીર: સોશિયલ મીડિયા)


બૉલિવૂડ ઍક્ટર સલમાન ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેન્ગ (Salman Khan Ex-girlfriend wants to meet Lawrence Bishnoi) તરફથી મારી નાખવાની અનેક ધમકી મળી છે. તાજેતરમાં જ NCP નેતા બાબા સિદ્દીકીની હત્યા સલમાનની નજીક હોવાનો દાવો કરીને કરવામાં આવી હતી. ત્યારથી અભિનેતાની સુરક્ષા કડક કરવામાં આવી છે. આ સમગ્ર મામલે સલમાન ખાનની ઍક્સ ગર્લફ્રેન્ડ સોમી અલીએ એક ઇન્ટરવ્યૂમાં મોટો ખુલાસો કર્યો છે. સોમીના જણાવ્યાં અનુસાર, સલમાનને ખબર ન હતી કે કાળા હરણની પૂજા કરવામાં આવે છે, બિશ્નોઈ સમુદાય માટે તે હરણ પૂજનીય છે. હું સલમાનના વતી માફી માગવા માગુ છું. સલમાનને ફોલો કરશો નહીં. મારે સલમાન સાથે કોઈ લેવાદેવા નથી. મેં તેની સાથે છેલ્લે 2012માં વાત કરી હતી.


``હું માત્ર એટલું જ ઈચ્છું છું કે કોઈની હત્યા ન થાય. મને તેનો કોઈ ઉપયોગ નથી. મને કોઈ પ્રસિદ્ધિ જોઈતી નથી, પરંતુ હું નથી ઈચ્છતો કે કોઈની હત્યા થાય. જે મારો પાડોશી છે, જે કોઈનો મિત્ર છે તેની હત્યા ન કરવી જોઈએ. કોઈએ કોઈને નુકસાન ન કરવું જોઈએ. હું હિંસા વિરુદ્ધ છું. હું સલમાન (Salman Khan Ex-girlfriend wants to meet Lawrence Bishnoi) સાથે અનેક શિકાર પર ગઈ છું. હું નવેમ્બરમાં લોરેન્સ બિશ્નોઈને મળીશ. જ્યારે સલમાનને ખબર ન હતી કે બ્લેક બકને બિશ્નોઈ સમાજ દ્વારા પૂજવામાં આવે છે, તો કોઈ તર્ક નથી. મારે લોરેન્સ સાથે વાત કરવી છે. હું બિશ્નોઈ સાથે વાત કરવા માગુ છું કારણ કે જ્યારે આ બન્યું ત્યારે તે પાંચ વર્ષનો હતો. તેને સમજાવવાની જરૂર છે. તમે કોઈપણ બાળકના મનમાં આ વાત મુકી જશો કે જો સલમાન તમારા ભગવાનને મારી નાખશે તો તે શું સમજશે. તે હવે 33 વર્ષનો છે. તેને બેસીને સમજાવવાની જરૂર છે કે આ ગુનાખોરીને તોડવી જરૂરી છે. અને જ્યારે તેણે કંઈ કર્યું જ નથી ત્યારે સલમાન શા માટે માફી માંગશે. આ શું તર્ક છે?, એવું સોમી અલીએ કહ્યું છે.



સોમી અલીએ આગળ કહ્યું કે “હું નથી ઈચ્છતો કે સલમાનના પરિવાર (Salman Khan Ex-girlfriend wants to meet Lawrence Bishnoi) કે મિત્રો, ન કાજોલ, ન તબુ, ન અજય દેવગન, ન રવિના, ન સૈફ કોઈને નુકસાન પહોંચાડે. અમારી પાસે કાયદો અને ન્યાય છે, તો શું વાત છે કે સલમાને માફી માંગવી જોઈએ. કોઈની હત્યા ન થવી જોઈએ. આ ખોટું છે. તેથી જ હું ઈચ્છું છું કે લોરેન્સ મારી સાથે વાત કરે. હું તેમને સમજાવીશ કે આ ખોટું છે. જ્યારે હું નવેમ્બરમાં વેકેશન પર ત્યાં આવું છું, ત્યારે હું દેવેન્દ્ર સાથે વાત કરવા માંગુ છું જે બિશ્નોઈ ગેન્ગનો લીડર છે. કારણ કે લોરેન્સ એક મૂર્ખ છે. જ્યારે હું તેનો ઈલાજ કરીશ ત્યારે હું સલમાનના નામે તેની માફી માંગીશ. સલમાને મને કહ્યું કે તે જાણતો ન હતો કે બિશ્નોઈ સમુદાય બ્લેક બકની પૂજા કરે છે. તે 80 એકર જમીન છે, ઘણા લોકો ત્યાં જાય છે. એવું નથી કે આજ સુધી માત્ર સલમાન જ ગયો છે, તો પછી તે તેના પછી જ કેમ છે. તેને માત્ર પબ્લિસિટી જોઈએ છે. સલમાન સારો વ્યક્તિ છે.”


સોમી અલીએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ લખીને લોરેન્સ બિશ્નોઈ (Salman Khan Ex-girlfriend wants to meet Lawrence Bishnoi) સાથે વાત કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. સોમીના કહેવા પ્રમાણે, લોકોએ તેના મેસેજને ગેરસમજ કરી અને વિચાર્યું કે હું લોરેન્સને ઉશ્કેરીશ. જ્યારે એવું નથી, હું લોરેન્સને સલમાનનો પીછો છોડવા માટે સમજાવવા માંગુ છું. સોમીએ પોસ્ટમાં લખ્યું- હેલો, લોરેન્સ ભાઈ, મેં સાંભળ્યું અને જોયું છે કે તમે જેલમાંથી પણ ઝૂમ કોલ કરો છો, તેથી મારે કંઈક વાત કરવી છે. કૃપા કરીને મને કહો કે આ કેવી રીતે થઈ શકે? સમગ્ર વિશ્વમાં આપણું સૌથી પ્રિય સ્થળ રાજસ્થાન છે. અમે તમારા મંદિરમાં પૂજા માટે આવવા માગીએ છીએ, ચાલો તમારી સાથે ઝૂમ કૉલ કરીએ અને ચાલો પૂજા વિશે વાત કરીએ, આ તમારા ફાયદા માટે છે. મને તમારો મોબાઈલ નંબર આપો, તે તમારા પર ઘણો ઉપકાર રહેશે આભાર.

તમને જણાવી દઈએ કે, સોમી અલી સલમાન ખાન સાથે રિલેશનશિપમાં (Salman Khan Ex-girlfriend wants to meet Lawrence Bishnoi) હતી. બન્ને લાંબા સમયથી ડેટ કરી રહ્યા હતા. અભિનેત્રીએ કહ્યું હતું કે સલમાને તેને ઐશ્વર્યા રાય માટે છોડી દીધી હતી. ત્યારપછી તેણે સલમાન પર અનેકવાર આરોપ લગાવ્યા છે, પરંતુ હવે તે લોરેન્સ સાથે વાત કરીને સલમાનને મદદ કરવા માગે છે.


Whatsapp-channel Whatsapp-channel

20 October, 2024 06:45 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK