મનોજ બાજપાઈની સાઇલન્સમાં પોલીસ-ઓફિસર બનશે સાહિલ વૈદ્ય
સાહિલ વૈદ્ય
મનોજ બાજપાઈ સાથે ‘સાઇલન્સ’માં હવે સાહિલ વૈદ્યને પણ પસંદ કરવામાં આવ્યો છે. તે આ શોમાં પોલીસ-ઑફિસરની ભૂમિકામાં જોવા મળશે. સુશાંત સિંહ રાજપૂતની ‘દિલ બેચારા’ દ્વારા કરીઅરની શરૂઆત કરી સાહિલ હાલમાં જૉન એબ્રાહમ સાથે ‘સત્યમેવ જયતે 2’માં કામ કરી રહ્યો છે. આ સાથે જ તેણે મનોજ બાજપાઈની ડિજિટલ ફિલ્મ ‘સાઇલન્સ’ પણ સાઇન કરી છે. આ ફિલ્મ ચાર પોલીસ-ઑફિસરની છે જેઓ મર્ડરને સૉલ્વ કરવાની કોશિશ કરી રહ્યા હોય છે. આ ફિલ્મને ડિરેક્ટર અબન દેવહંસ દ્વારા ડિરેક્ટ કરવામાં આવશે. આ ફિલ્મમાં તે પોલીસ-ઑફિસર અમિતનું પાત્ર ભજવી રહ્યો છે. આ સાથે જ તે પ્રાચી દેસાઈ સાથે રોમૅન્સ કરતો પણ જોવા મળશે.

