અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનમાં રિહાના, દિલજિત દોસંજ, અરિજિત સિંહ અને અન્ય પર્ફોર્મ કરશે એવી ચર્ચા છે.
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનમાં રિહાના, દિલજિત દોસંજ, અરિજિત સિંહ અને અન્ય પર્ફોર્મ કરશે એવી ચર્ચા છે. અનંત અને રાધિકાનાં લગ્નનાં પ્રી-વેડિંગ ફંક્શન જામનગરમાં યોજાશે. આ ફંક્શન પહેલી માર્ચથી ત્રણ માર્ચ સુધી ચાલશે. તેમ જ અજય-અતુલ સહિત અન્ય મ્યુઝિશ્યન પણ જોવા મળશે એવી ચર્ચા છે. ટેલર સ્વિફ્ટ પણ પર્ફોર્મ કરશે એવી ચર્ચા ચાલી હતી. આલિયા ભટ્ટ અને રણબીર કપૂર પણ એમાં પર્ફોર્મ કરવાનાં હોવાની ચર્ચા છે. આ લગ્નમાં બૉલીવુડ અને સાઉથની ઘણી સેલિબ્રિટીઝ જોવા મળશે. તેમ જ પૉલિટિશ્યન્સ અને બિઝનેસમેનની ફૅમિલીઝ પણ જોવા મળશે. અનંત અને રાધિકાના ગોળધાણાની સેરેમની ૨૦૨૩ની ૧૯ જાન્યુઆરીએ મુંબઈમાં થઈ હતી.