Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > લોકોનું આત્મસન્માન મરી પરવાર્યું છે, કોઈ આંદોલન નથી થતું; સરકાર ઊંચા ટૅક્સ લે છે પણ કોઈ સૉલ્યુશન નથી આપતી

લોકોનું આત્મસન્માન મરી પરવાર્યું છે, કોઈ આંદોલન નથી થતું; સરકાર ઊંચા ટૅક્સ લે છે પણ કોઈ સૉલ્યુશન નથી આપતી

Published : 18 November, 2024 09:49 AM | Modified : 18 November, 2024 10:25 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઉત્તર ભારતમાં હવાની કથળેલી ગુણવત્તા પર આક્રોશ ઠાલવીને રિચા ચઢ્ઢા કહે છે...

રિચા ચઢ્ઢા

રિચા ચઢ્ઢા


ઉત્તર ભારતમાં પ્રદૂષણના ઊંચા સ્તરે માઝા મૂકી છે અને નાગરિકો શ્વાસમાં જે હવા લે છે એની ગુણવત્તા અત્યંત કથળી ગઈ છે એની સામે રિચા ચઢ્ઢાએ વ્યથા ઠાલવી છે. આ વ્યથામાં રિચાએ ભારતની જનતાના ઍટિટ્યુડ પર, એની નિષ્ક્રિયતા સામે સવાલ ઉઠાવ્યા છે.


વેબ-સિરીઝ ‘મિર્ઝાપુર’વાળા ઍક્ટર અલી ફઝલને પરણેલી અને હાલમાં જ દીકરીને જન્મ આપનાર મૂળ દિલ્હીની રિચા સોશ્યલ મીડિયા પર લખે છે, ‘આપણા ભારતીયોમાં ખરેખર આત્મસન્માનની ભાવના ખૂબ નીચી છે... આશા અને ન્યાયની પણ આપણને ખૂબ જ ઓછી એષણા છે. આખા નૉર્થ ઇન્ડિયામાં હવાની ગુણવત્તા એટલી બધી ખરાબ છે... વર્ષે-વર્ષે વધુ ખરાબ થતી જાય છે... પણ એની સામે કોઈ આંદોલન નથી, ફક્ત સાઇલન્સ છે. સરકાર આપણી પાસેથી દરેક વસ્તુ માટે ઊંચો ટૅક્સ વસૂલે છે અને આ પ્રૉબ્લેમનું કોઈ સૉલ્યુશન નથી આપતી. સત્તામાં કઈ પાર્ટી છે કે તમે કોને સપોર્ટ કરો છો એનાથી કંઈ ફરક નથી પડતો, તમારાં ફેફસાંને એનાથી કોઈ મતલબ નથી.’



મોટી  ઉંમરના લોકા, બાળકો, પ્રાણીઓ બધાં હેરાન થાય છે એમ જણાવતાં રિચા કહે છે, ‘તહેવારોની સીઝન અને એ પછીનો ગાળો મોટા ભાગના લોકો માટે ડરામણો હોય છે. અને આપણામાં ધીમે-ધીમે ઝેર પ્રવેશી રહ્યું છે છતાં આપણે કંઈ કરતાં કંઈ નથી કરતા. લોકોને પોતાની કોઈ કિંમત નથી રહી એની આ નિશાની છે.


Whatsapp-channel Whatsapp-channel

18 November, 2024 10:25 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK