દીકરીના બર્થ-ડેમાં રવીનાએ ૬૫ હજારનો ડ્રેસ પહેર્યો અને ઉઈ અમ્મા પર ડાન્સ પણ કર્યો
રાશા ટંડનની વીસમી વર્ષગાંઠ
૧૬ માર્ચે રવીના ટંડનની દીકરી રાશા ટંડનની વીસમી વર્ષગાંઠ હતી. આ દિવસે ભવ્ય બર્થ-ડે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બર્થ-ડે પાર્ટીનો ડ્રેસ-કોડ ‘બ્લૅક’ હતો જેના કારણે રાશાના તમામ નજીકના મિત્રોએ બ્લૅક રંગના આઉટફિટમાં હાજરી આપી હતી.
ADVERTISEMENT
અમન દેવગન
ઇબ્રાહિમ અલી ખાન
રાશા થડાણી
તમન્ના ભાટિયા
રવીના ટંડન
દીકરીના બર્થ-ડેમાં રવીનાએ ૬૪,૯૦૦ રૂપિયાની કિંમતનો ડ્રેસ પહેર્યો હતો. રવીના દીકરીના બર્થ-ડે માટે બહુ ઉત્સાહી હતી અને તેણે આ પાર્ટીમાં દીકરી રાશાના હિટ સૉન્ગ ‘ઉઇ અમ્મા’ પર ડાન્સ પણ કર્યો હતો.
આ પાર્ટીમાં રાશાની અત્યંત નિકટ ગણાતી તમન્ના ભાટિયાનો ડ્રેસ પણ ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. આ પાર્ટીમાં તમન્નાએ બ્લૅક વન-પીસ અને બ્લૅક ઍન્ડ વાઇટ સ્ટ્રાઇપ્ડ કોટ પહેર્યાં હતાં જે તેના લુકને વધુ ક્લાસી બનાવી રહ્યાં હતાં. જોકે આ કોટને જોઈને લોકોને તેના એક્સ બૉયફ્રેન્ડ વિજય વર્માની યાદ આવી ગઈ, કારણ કે વિજય પણ આ જ પ્રકારનો કોટ પહેરેલો જોવા મળ્યો હતો. તમન્નાના આ ડ્રેસિંગ પછી લોકો અનુમાન લગાવી રહ્યા છે કે કદાચ આ જોડીનું બ્રેકઅપ નથી થયું.

