રત્ના પાઠક શાહે કહ્યું કે ‘બેટા, તુમ ભી આ જાઓગે. થોડા સા રૂક જાઓ. તુમ ભી આ જાઓગે ઇસ લાઇન પર.’
રત્ના પાઠક શાહ
રત્ના પાઠક શાહને વૃદ્ધ મહિલા કહેનારાઓને તેમણે બરાબરનો જવાબ આપ્યો છે. રત્ના પાઠક શાહનું નામ આવતાં જ ‘સારાભાઈ વર્સસ સારાભાઈ’નું તેમનું કૅરૅક્ટર મિસિસ માયા સારાભાઈનો ચહેરો આંખ સામે તરવરવા માંડે છે. આમ તો તેમણે અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. જોકે સૌથી યાદગાર પાત્ર તો માયા સારાભાઈ છે. આ સિવાય તાજેતરમાં જ તેમની સિરીઝ ‘હૅપી ફૅમિલી : કન્ડિશન્સ અપ્લાય’ પણ રિલીઝ થઈ હતી. એમાં પણ તેમની ઍક્ટિંગ મજેદાર રહી છે. તેમનું માનવું છે કે વધતી ઉંમરમાં પણ ઍક્ટિંગ કરી શકાય છે. એ વિશે રત્ના પાઠક શાહે કહ્યું કે ‘હું જ્યારે નૅશનલ સ્કૂલ ઑફ ડ્રામામાંથી બહાર આવી તો મને એહસાસ થયો કે અભિનય એવી વસ્તુ નથી કે તમે માત્ર જવાન કે સુંદર દેખાતા હો તો જ કરી શકો. મારા દિમાગમાં એક વાત બેસી ગઈ હતી કે જો તમે જવાન કે સુંદર હો ત્યાં સુધી તમે ઍક્ટિંગ કરી શકો. બાદમાં મેં જોયું કે મારી આસપાસ તો અનેક મહિલાઓ છે જે મોટી ઉંમરે પણ કામ કરી રહી હતી. મેં દુનિયાભરની અભિનેત્રીઓને દરેક ઉંમરમાં અદ્ભુત કામ કરતાં જોઈ છે.’
સાથે જ તેમને પૂછવામાં આવ્યું હતું કે તમને કોઈ બુઢ્ઢી કહીને બોલાવે તો તેમને શું કહેશો? એ વિશે રત્ના પાઠક શાહે કહ્યું કે ‘બેટા, તુમ ભી આ જાઓગે. થોડા સા રૂક જાઓ. તુમ ભી આ જાઓગે ઇસ લાઇન પર.’રત્ના પાઠક શાહને વૃદ્ધ મહિલા કહેનારાઓને તેમણે બરાબરનો જવાબ આપ્યો છે. રત્ના પાઠક શાહનું નામ આવતાં જ ‘સારાભાઈ વર્સસ સારાભાઈ’નું તેમનું કૅરૅક્ટર મિસિસ માયા સારાભાઈનો ચહેરો આંખ સામે તરવરવા માંડે છે. આમ તો તેમણે અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. જોકે સૌથી યાદગાર પાત્ર તો માયા સારાભાઈ છે. આ સિવાય તાજેતરમાં જ તેમની સિરીઝ ‘હૅપી ફૅમિલી : કન્ડિશન્સ અપ્લાય’ પણ રિલીઝ થઈ હતી. એમાં પણ તેમની ઍક્ટિંગ મજેદાર રહી છે. તેમનું માનવું છે કે વધતી ઉંમરમાં પણ ઍક્ટિંગ કરી શકાય છે. એ વિશે રત્ના પાઠક શાહે કહ્યું કે ‘હું જ્યારે નૅશનલ સ્કૂલ ઑફ ડ્રામામાંથી બહાર આવી તો મને એહસાસ થયો કે અભિનય એવી વસ્તુ નથી કે તમે માત્ર જવાન કે સુંદર દેખાતા હો તો જ કરી શકો. મારા દિમાગમાં એક વાત બેસી ગઈ હતી કે જો તમે જવાન કે સુંદર હો ત્યાં સુધી તમે ઍક્ટિંગ કરી શકો. બાદમાં મેં જોયું કે મારી આસપાસ તો અનેક મહિલાઓ છે જે મોટી ઉંમરે પણ કામ કરી રહી હતી. મેં દુનિયાભરની અભિનેત્રીઓને દરેક ઉંમરમાં અદ્ભુત કામ કરતાં જોઈ છે.’
ADVERTISEMENT
સાથે જ તેમને પૂછવામાં આવ્યું હતું કે તમને કોઈ બુઢ્ઢી કહીને બોલાવે તો તેમને શું કહેશો? એ વિશે રત્ના પાઠક શાહે કહ્યું કે ‘બેટા, તુમ ભી આ જાઓગે. થોડા સા રૂક જાઓ. તુમ ભી આ જાઓગે ઇસ લાઇન પર.’