Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પિરિયડ્સ વખતે મારો હસબંડ મને પેટ પર માલિશ કરી આપે છે અને હાથ-પગને મસાજ પણ કરે છે

પિરિયડ્સ વખતે મારો હસબંડ મને પેટ પર માલિશ કરી આપે છે અને હાથ-પગને મસાજ પણ કરે છે

Published : 26 October, 2026 04:43 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રશ્મિકા મંદાનાએ સ્વીકાર્યું કે પતિ વિજય દેવરકોંડા એ સમય દરમ્યાન તેના બદલાતા મૂડને સારી રીતે સમજે છે

રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા

રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા


હાલમાં રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાની જોડી ‘કૉફી વિથ કરણ’ની લેટેસ્ટ સીઝનમાં જોવા મળી હતી અને ત્યારથી જ તેમની રિલેશનશિપ ચર્ચામાં છે. આ સ્થિતિમાં હાલમાં રશ્મિકાએ તેના પિરિયડ્સ વખતે પતિ વિજય દેવરકોંડા તેને કેવી રીતે સહારો આપે છે એ વિશે વાત કરી છે. રશ્મિકા અને વિજયનાં લગ્નને લગભગ આઠેક મહિના થયા છે ત્યારે રશ્મિકાએ કહ્યું છે કે પિરિયડ્સ દરમ્યાન તેને થતી અસ્વસ્થતા અને તેના બદલાતા મૂડને વિજય સમજે છે અને આવા સમયે તેને સાથ આપે છે. 
પતિ વિજયના સપોર્ટ વિશે વાત કરતાં રશ્મિકાએ કહ્યું હતું કે ‘હું કઈ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છું અને મને કેવો અનુભવ થઈ રહ્યો છે એ વિજય સમજે છે. હું મારી લાગણીઓ સ્પષ્ટ રીતે વ્યક્ત કરનારી વ્યક્તિ પણ છું. જો કોઈ કારણ વગર મને ઉદાસી અનુભવાય તો હું તેને કહી દઉં છું કે સાંભળ, થોડા દિવસોમાં મને પિરિયડ્સ શરૂ થશે અને એ સમયે મને તારા સાથની જરૂર છે. હું તેને અગાઉથી જ આ વિશે જણાવી દઉં છું. એક પુરુષ પાસેથી તમે આનાથી વધુ અપેક્ષા ન રાખી શકો. મને એ જાણીને સાંત્વન મળે છે કે તે મારી સાથે છે. તે મારા પેટ પર હળવા હાથે માલિશ કરે છે અને મારા હાથ તથા પગને મસાજ કરીને મને કમ્ફર્ટ આપવાનો પ્રયાસ કરે છે.’


Whatsapp-channel Whatsapp-channel

26 October, 2026 04:43 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK