રણવીર સિંહે દેખાડી સર્કસની ઝલક
રણવીર સિંહે ‘સર્કસ’ની એક નાનકડી ઝલક દેખાડી છે. એનો ફોટો તેણે ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો છે. ફોટોમાં દેખાઈ રહ્યું છે કે તે સર્કસ અથવા તો થિયેટરની અંદર છે. આ ફિલ્મને રોહિત શેટ્ટી ડિરેક્ટ કરશે. આ ફિલ્મ શેક્સપિયરના પ્લે ‘ધ કૉમેડી ઑફ એરર્સ’નું ઍડપ્ટેશન છે. ફિલ્મમાં રણવીર ડબલ રોલમાં દેખાશે. ફિલ્મમાં તેની સાથે પૂજા હેગડે, જૅકલિન ફર્નાન્ડિસ, વરુણ શર્મા, સિદ્ધાર્થ જાધવ, જૉની લિવર, સંજય મિશ્રા, વ્રજેશ હીરજી અને મુકેશ તિવારી સહિત અનેક કલાકારો જોવા મળશે. 2021માં રિલીઝ થનારી આ ફિલ્મનું શૂટિંગ મુંબઈ, ઊટી અને ગોવામાં કરવામાં આવશે.


