આ ફિલ્મમાં તેની સાથે સંજય દત્ત અને વાણી કપૂરે કામ કર્યું છે
શમશેરા ફિલ્મનો સીન
રણબીર કપૂરની ‘શમશેરા’એ ચોથા દિવસે એટલે કે સોમવારે ફક્ત ૨.૮૫ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મમાં તેની સાથે સંજય દત્ત અને વાણી કપૂરે કામ કર્યું છે. કરણ મલ્હોત્રા દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી અને યશરાજ ફિલ્મ્સ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલી આ ફિલ્મ ગયા શુક્રવારે રિલીઝ થઈ હતી. આ ફિલ્મે પહેલા દિવસે ૧૦.૨૫ કરોડ, બીજા દિવસે ૧૦.૫૦ કરોડ અને ત્રીજા દિવસે ૧૧ કરોડ રૂપિયાના બિઝનેસ સાથે ટોટલ ૩૧.૭૫ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. ઓપનિંગ વીક-એન્ડમાં ટોટલ ૩૧.૭૫ કરોડ રૂપિયાના બિઝનેસની સાથે સોમવારે આ ફિલ્મે ૨.૮૫ કરોડ રૂપિયાનો બિઝનેસ કરતાં ટોટલ ૩૪.૬ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. ટોટલ ૧૫૦ કરોડ રૂપિયાના ખર્ચે બનેલી આ ફિલ્મ ૪૦-૪૫ કરોડ રૂપિયાનો લાઇફ-ટાઇમ બિઝનેસ કરે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.


