ક્લિક વિથ ફૅન્સ
રણબીર કપૂર, આલિયા ભટ્ટ, રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે રણથંભોરમાં ફૅન્સ સાથે ફોટો ક્લિક કર્યા હતા. તેઓ ન્યુ યરનું સ્વાગત કરવા માટે અહીં પહોંચ્યા હતા જ્યાં તેમણે જંગલની સફારીનો આનંદ લીધો હતો. તેમની ટ્રિપના કેટલાક ફોટો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયા છે. તેમણે ખુલ્લી જીપમાં ફરીને પશુપંખીઓને નિહાળ્યાં હતાં. તેમને જોઈને ફૅન્સ પણ તેમની સાથે ફોટો ક્લિક કરવા પહોંચી ગયા. આલિયાએ બ્લૅક જૅકેટ, બ્લૅક પૅન્ટ્સ અને બ્રાઉન બૂટ્સ પહેર્યાં હતાં તો રણબીરે બ્લુ જીન્સ અને બ્લુ કૅપ પહેરી છે. તો રણવીર અને દીપિકાએ બ્લૅક કપડાં પહેર્યાં હતાં. સાથે જ તેમણે બ્લૅક માસ્ક અને જૅકેટ પહેર્યાં હતાં.

