Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રાજા શિવાજીનું હિન્દી વર્ઝન છે મરાઠી વર્ઝન કરતાં ૮ મિનિટ ટૂંકું

રાજા શિવાજીનું હિન્દી વર્ઝન છે મરાઠી વર્ઝન કરતાં ૮ મિનિટ ટૂંકું

Published : 30 April, 2026 02:49 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જોકે ફિલ્મનાં બન્ને વર્ઝનનો રન-ટાઇમ એકસરખો નહીં હોય.

રિતેશ દેશમુખ

રિતેશ દેશમુખ


રિતેશ દેશમુખની ઐતિહાસિક ડ્રામા ફિલ્મ ‘રાજા શિવાજી’ પહેલી મેએ મરાઠી અને હિન્દી એમ બન્ને ભાષામાં રિલીઝ થવા જઈ રહી છે. જોકે ફિલ્મનાં બન્ને વર્ઝનનો રન-ટાઇમ એકસરખો નહીં હોય. મળતી માહિતી પ્રમાણે ‘રાજા શિવાજી’નું હિન્દી વર્ઝન મરાઠી વર્ઝન કરતાં ૮ મિનિટ ટૂંકું રાખવામાં આવ્યું છે. એક રિપોર્ટ મુજબ સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC)એ ફિલ્મને UA 16+ સર્ટિફિકેટ આપ્યું છે. આ ફિલ્મના મરાઠી વર્ઝનનો કુલ સમય ૩ કલાક, ૧૫ મિનિટ અને ૫ સેકન્ડ છે, જ્યારે હિન્દી વર્ઝન ૩ કલાક, ૭ મિનિટ અને ૫ સેકન્ડનું છે. ખાસ વાત એ છે કે આ તફાવત કોઈ સેન્સર કટ્સને કારણે નથી, આ નિર્ણય રિતેશ દેશમુખે સર્જનાત્મક રીતે લીધો હોવાનું કહેવાય છે. આ ફેરફાર વિશે વાત કરતાં ફિલ્મ સાથે સંકળાયેલી વ્યક્તિએ માહિતી આપી હતી કે ‘એક જ ફિલ્મના અલગ ભાષાના વર્ઝનમાં સમયનો આ પ્રકારનો તફાવત સામાન્ય રીતે જોવા મળતો નથી. સામાન્ય રીતે બન્ને વર્ઝનનો સમય સમાન હોય છે, પરંતુ રિતેશે એક નવો પ્રયોગ કર્યો છે અને હિન્દી દર્શકો માટે વાર્તાને વધુ ટાઇટ રાખી છે. મરાઠી દર્શક ફિલ્મ સાથે વધારે સારી રીતે જોડાઈ શકે એટલે મરાઠી વર્ઝન થોડું વધારે લાંબું રાખ્યું છે.’


Whatsapp-channel Whatsapp-channel

30 April, 2026 02:49 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK