હાલમાં તેણે બ્રિક્સ્ટન ક્રૉમવેલ 1200 બાઇકની ખરીદી કરી છે
આર. માધવન
આર. માધવનની ગણતરી બૉલીવુડના ટૅલન્ટેડ ઍક્ટર તરીકે થાય છે, પણ બહુ ઓછા લોકોને તેના હાઇટેક બાઇક પ્રત્યેના લગાવની ખબર છે. હાલમાં તેણે બ્રિક્સ્ટન ક્રૉમવેલ 1200 બાઇકની ખરીદી કરી છે. હાલમાં ઑસ્ટ્રેલિયાની બ્રિક્સ્ટન કંપનીએ એની પ્રીમિયમ ક્રૂઝર બાઇક ક્રૉમવેલ 1200ની ભારતમાં ડિલિવરી શરૂ કરી છે. આ બાઇકને ભારતમાં સૌથી પહેલાં આર. માધવને ખરીદી છે. આ બાઇક એના શાનદાર પર્ફોર્મન્સ અને આકર્ષક ડિઝાઇનને કારણે સોશ્યલ મીડિયા પર ચર્ચામાં છે. ભારતમાં બ્રિક્સ્ટન ક્રૉમવેલ 1200ની એક્સ-શોરૂમ કિંમત ૭,૮૪,૦૦૦ રૂપિયા છે, જ્યારે એના ટૉપ મૉડલ બ્રિક્સ્ટન ક્રૉમવેલ 1200Xની કિંમત ૯,૧૦,૦૦૦ રૂપિયા છે.

