નિક જોનસ તેની મમ્મી સાથે લંચ પર જતાં પ્રિયંકાએ કરાવી હતી તેમની જાસૂસી
નિક જોનસ તેની મમ્મી સાથે લંચ પર જતાં પ્રિયંકાએ કરાવી હતી તેમની જાસૂસી
પ્રિયંકા ચોપડા જોનસે ખુલાસો કર્યો છે કે જ્યારે નિક જોનસ તેની મમ્મી મધુ ચોપડાને લંચ પર લઈ ગયો હતો ત્યારે તેણે તેમની જાસૂસી કરાવી હતી. સાથે જ તેમના ફોટો ક્લિક કરવા માટે પ્રિયંકાએ પોતાની સિક્યૉરિટીને પાછળ મોકલી હતી. આ એ વખતની વાત છે જ્યારે નિક પહેલી વખત પ્રિયંકાની ફૅમિલીને મળવા માટે મુંબઈ આવ્યો હતો. એ વિશે ‘ધ મૉર્નિંગ શો’માં પ્રિયંકાએ કહ્યું હતું કે ‘મને ઓળખતા લોકો જાણે છે કે મને થોડો કન્ટ્રોલ કરવાની ટેવ છે. મને મારી આસપાસની સ્થિતિઓને કન્ટ્રોલ કરવી ગમે છે. હું ખૂબ ઉત્સાહિત હતી. મારે મીટિંગમાં જવાનું હતું. મેં નિકને કહ્યું, ‘બેબી તું શું કરીશ? મારી મીટિંગ છે.’ તો તેણે કહ્યું કે ‘મારી ચિંતા ન કર. હું મુંબઈમાં છું. હું તારી મમ્મીને લંચ માટે બહાર લઈ જઈશ.’ એ બાબત મને થોડી વિચિત્ર લાગી, કારણ કે અમે એકબીજાને ડેટિંગ કરવાનું શરૂ કર્યું એનાં થોડાં અઠવાડિયાં જ થયાં હતાં. મારી મમ્મી અને તે બન્ને એકલાં. તમે સમજી શકો છો. એથી મેં મારી સિક્યૉરિટીને તેમના ફોટો ક્લિક કરવા માટે મોકલી હતી જેથી હું તેમની બૉડી-લૅન્ગ્વેજ સમજી શકું.’

