છપાક બનાવવાનો મારો ઉદ્દેશ થયો સાર્થક : મેઘના ગુલઝાર
મુંબઈ : (આઇ.એ.એન.એસ.) ‘છપાક’ બાદ ઉત્તરાખંડની સરકારે ઍસિડ-અટૅક સર્વાઇવર્સ માટે પેન્શન આપવાની જાહેરાત કરાતાં ફિલ્મની ડિરેક્ટર મેઘના ગુલઝારે જણાવ્યું હતું કે ફિલ્મનો ઉદ્દેશ પૂરો થયો છે. ‘છપાક’ ઍસિડ-અટૅક સર્વાઇવર લક્ષ્મી અગરવાલનાં જીવન પર પ્રકાશ પાડતી ફિલ્મ છે. તેનાં પાત્રને પડદા પર દીપિકા પાદુકોણે સાકાર કર્યું છે. એક સમાચાર મેઘનાએ ટ્વિટર પર શૅર કર્યા હતાં. એ ન્યુઝ મુજબ ‘છપાક’ રિલીઝ થયા બાદ ઉત્તરાખંડની સરકારે ઍસિડ-અટૅક સર્વાઇવર્સ માટે પેન્શન આપવાની જાહેરાત કરી છે. આ ન્યુઝ પર રિએક્ટ કરતાં મેઘનાએ ટ્વીટ કર્યું હતું કે ઉદ્દેશ પૂરો થયો.

