‘બડે મિયાં છોટે મિયાં’એ પહેલા દિવસે ૧૬.૦૭ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે : ‘મૈદાન’એ પણ ફક્ત ૭.૨૫ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે
ફિલ્મનાં પોસ્ટર
અક્ષયકુમાર અને ટાઇગર શ્રોફની ગુરુવારે રિલીઝ થયેલી ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ અને અજય દેવગનની ‘મૈદાન’એ બૉક્સ-ઑફિસ પર કમજોર પ્રદર્શન કર્યું છે. ‘બડે મિયાં છોટે મિયાં’એ પહેલા દિવસે ૧૬.૦૭ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મમાં વિલનના રોલમાં સાઉથનો પૃથ્વીરાજ સુકુમારન જોવા મળી રહ્યો છે. સોનાક્ષી સિંહા, અલાયા ફર્નિચરવાલા અને માનુષી છિલ્લર પણ દેખાઈ રહી છે. અલી અબ્બાસ ઝફરે ડિરેક્ટ કરેલી આ ફિલ્મમાં ઍક્શન સીક્વન્સ શાનદાર છે. એમાં સ્પેશ્યલ વેપન્સનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. સાથે જ રિયલ મિલિટરી સાધનો, ગન્સ, ટૅન્ક્સ અને મિલિટરી ટ્રક્સનો પણ એમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાથે જ ફિલ્મ તહેવાર દરમ્યાન રિલીઝ થઈ હોવા છતાં એણે આટલો જ બિઝનેસ કર્યો છે. આ ફિલ્મ પાસે ૨૫થી ૩૦ કરોડ રૂપિયાના બિઝનેસની આશા હતી. બીજી તરફ અજય દેવગનની ‘મૈદાન’એ પણ ફક્ત ૭.૨૫ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ બિઝનેસમાં બુધવારના પેઇડ પ્રિવ્યુઝનો પણ સમાવેશ થાય છે. આથી ગુરુવારે ફિલ્મે ફક્ત ૪.૭૫ કરોડ રૂપિયાનો જ બિઝનેસ કર્યો છે.
ઈદ દરમ્યાન રિલીઝ થયેલી ફિલ્મોનું પહેલા દિવસનું કલેક્શન |
||
વર્ષ |
ફિલ્મનું નામ |
બિઝનેસ (રૂપિયામાં) |
૨૦૧૦ |
દબંગ |
૧૪.૫૦ કરોડ |
૨૦૧૧ |
બૉડીગાર્ડ |
૨૧.૬૦ કરોડ |
૨૦૧૨ |
એક થા ટાઇગર |
૩૨.૯૩ કરોડ |
૨૦૧૪ |
કિક |
૨૬.૪૦ કરોડ |
૨૦૧૫ |
બજરંગી ભાઈજાન |
૨૭.૨૫ કરોડ |
૨૦૧૬ |
સુલતાન |
૩૬.૫૪ કરોડ |
૨૦૧૭ |
ટ્યુબલાઇટ |
૨૧.૧૫ કરોડ |
૨૦૧૮ |
રેસ 3 |
૨૯.૧૭ કરોડ |
૨૦૧૯ |
ભારત |
૪૨.૩૦ કરોડ |
૨૦૨૩ |
કિસીકા ભાઈ કિસીકી જાન |
૧૫.૮૧ કરોડ |
ADVERTISEMENT

