લૉકડાઉન ઇન્ડિયા લઈને આવશે મધુર ભંડારકર
મધુર ભંડારકરે દેશ અને દુનિયામાં લાગેલા લૉકડાઉનને લઈને પોતાની આગામી ફિલ્મ ‘લૉકડાઉન ઇન્ડિયા’ની જાહેરાત કરી છે. આ ફિલ્મમાં લૉકડાઉન દરમ્યાન ઘટેલી ઘટનાઓ પર પ્રકાશ પાડવામાં આવશે. આ ફિલ્મને મધુર ભંડારકર પ્રોડ્યુસ અને ડિરેક્ટ પણ કરશે. મેકર્સની યોજના છે કે તેઓ 2021ના જાન્યુઆરીમાં ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે. આ ફિલ્મમાં કયા કલાકારો હશે એના વિશે ચોક્કસ માહિતી હજી સુધી જાહેર કરવામાં નથી આવી.

