લુટકેસમાં પર્ફોર્મન્સ જોઈને પિતાએ કરેલી પ્રશંસાથી ખુશ થયો કુણાલ
કુણાલ ખેમૂ
કુણાલ ખેમુનો ‘લુટકેસ’માં પર્ફોર્મન્સ જોઈને તેના પપ્પાએ તેની ઘણી પ્રશંસા કરી છે. તેના પપ્પાએ જે મેસેજ મોકલ્યો હતો એને કુણાલે ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો હતો. તેના પપ્પા રવિ ખેમુએ લખ્યું હતું કે મને ખૂબ ગર્વ થાય છે જ્યારે તેના પર્ફોર્મન્સનાં લોકો વખાણ કરે છે. દરેક ઍક્ટર્સ માટે કોઈ પાત્રને સચોટ રીતે સાકાર કરવું અઘરું હોય છે. આ મેસેજને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કુણાલે કૅપ્શન આપી છે, ‘આજે મારા પપ્પાએ મને આ મેસેજ મોકલ્યો છે. એ મને અનેક સ્તર વિશે જણાવે છે. પપ્પાનો પ્રેમ, ટીચરનો ગર્વ, કલાકારને માન અને દર્શકો તરફથી મળેલી પ્રશંસા. થૅન્ક યુ પાપા. આ મારા માટે અમૂલ્ય છે.’

