કુણાલે ‘મડગાંવ એક્સપ્રેસ’ દ્વારા ડિરેક્ટર તરીકે શરૂઆત કરી છે.
કુણાલ ખેમુ
કુણાલ ખેમુ હવે ‘હેરાફેરી 3’ ડિરેક્ટ કરે એવી શક્યતા છે. કુણાલે ‘મડગાંવ એક્સપ્રેસ’ દ્વારા ડિરેક્ટર તરીકે શરૂઆત કરી છે. આ ફિલ્મ ગઈ કાલથી ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર સ્ટ્રીમ થઈ રહી છે. ‘હેરાફેરી 3’ને ડિરેક્ટ કરવા વિશે કુણાલ કહે છે કે ‘આ સંદર્ભે મને કોઈ માહિતી નથી. મને હજી સુધી અપ્રોચ કરવામાં નથી આવ્યો. મને લાગે છે કે ‘હેરાફેરી 3’ અને ‘અંદાઝ અપના અપના’ બન્ને ફિલ્મો ‘શોલે’ અને ‘દીવાર’ જેવી છે. તમે એ ફિલ્મને ખૂબ પસંદ કરો છો. મને નથી લાગતું કે તમે એવી કોઈ ફિલ્મ બનાવો અને કહી શકો કે આ ‘હેરાફેરી’ કરતાં સારી છે. જોકે એમ છતાં આ સિરીઝની ગમે એટલી ફિલ્મ બનાવી શકાય છે અને એ પણ એ જ ઍક્ટર્સને લઈને, કારણ કે આ એક પહેલી નજરના પ્રેમ જેવું છે. દરેકને એ પસંદ પડશે જ.’


