ભેડિયામાં જોવા મળશે ક્રિતી સૅનન અને વરુણ ધવન
વરુણ ધવન, ક્રિતી સૅનન
ક્રિતી સૅનન અને વરુણ ધવન ‘ભેડિયા’માં જોવા મળવાનાં છે. આ બન્નેએ આ અગાઉ ‘દિલવાલે’માં કામ કર્યું હતું. આ ફિલ્મમાં લોકોને તેમની જોડી ખૂબ પસંદ પણ પડી હતી. હવે ‘ભેડિયા’ તેમની બીજી ફિલ્મ રહેશે. ફિલ્મનું શૂટિંગ ૨૦૨૧ના જાન્યુઆરીમાં કરવામાં આવશે. અમર કૌશિક ફિલ્મને ડિરેક્ટ કરશે. ફિલ્મ વિશે વધુ માહિતી મળી શકી નથી. જોકે એક વાત તો નક્કી છે કે ક્રિતી અને વરુણના ફૅન્સ માટે તો આ ગુડ ન્યુઝ કહેવાશે.

