નાની બહેનને બેસ્ટેસ્ટ ફ્રેન્ડ ગણાવીને ક્રિતીએ કહ્યું, તારી સાથે હોઉં છું ત્યારે હું પોતાને વધુ ગમું છું
બૉલીવુડની સેલિબ્રિટીઝે ગઈ કાલે ફ્રેન્ડશિપ ડે સેલિબ્રેટ કર્યો
બૉલીવુડની સેલિબ્રિટીઝે ગઈ કાલે ફ્રેન્ડશિપ ડે સેલિબ્રેટ કર્યો હતો. જોકે ગઈ કાલે સિસ્ટર્સ ડે પણ સેલિબ્રેટ કરવામાં આવ્યો હતો. ક્રિતી સૅનને નાની બહેન નૂપુર સૅનનને પોતાની બેસ્ટેસ્ટ ફ્રેન્ડ ગણાવીને સોશ્યલ મીડિયા પર એક મસ્ત મેસેજ લખ્યો હતો. ક્રિતીએ તેના અને નૂપુરના કેટલાક ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યા હતા અને બહેનને સંબોધીને લખ્યું હતું ઃ હું પોતાને વધુ ગમું છું જ્યારે હું તારી સાથે હોઉં છું. બીજી તરફ શિલ્પા શેટ્ટી કુન્દ્રાએ પણ તેની બહેન શમિતા શેટ્ટી સાથેની કેટલીક બેસ્ટ મોમેન્ટ્સ શૅર કરી હતી. તેણે પણ બહેન શમિતા સાથે ફ્રેન્ડશિપ ડે અને સિસ્ટર્સ ડે સેલિબ્રેટ કર્યો હતો. બન્નેના ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને શિલ્પાએ કૅપ્શન આપી હતી: માય ફૉરેવર +1. # sistersday.