પોતાની અને શ્રીલીલાની રિલેશનશિપ વિશે કરી કાર્તિક આર્યને સ્પષ્ટતા. કાર્તિક આર્યન હાલમાં શ્રીલીલા સાથેની પોતાની ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મ સાથે જોડાયેલી અપડેટ્સની સાથોસાથ એવી પણ ચર્ચા વાઇરલ થઈ છે કે કાર્તિક શ્રીલીલાને ડેટ કરી રહ્યો છે.
કાર્તિક આર્યન અને શ્રીલીલાને
કાર્તિક આર્યન હાલમાં શ્રીલીલા સાથેની પોતાની ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મ સાથે જોડાયેલી અપડેટ્સની સાથોસાથ એવી પણ ચર્ચા વાઇરલ થઈ છે કે કાર્તિક પોતાનાથી ૧૧ વર્ષ નાની શ્રીલીલાને ડેટ કરી રહ્યો છે. આ તમામ ચર્ચા વિશે આખરે કાર્તિક આર્યને સ્પષ્ટતા કરી છે.
એક ઇન્ટરવ્યુમાં પોતાનો મુદ્દો રજૂ કરતાં કાર્તિક આર્યને કહ્યું છે કે ‘હું હાલમાં સિંગલ છું અને કોઈને ડેટ નથી કરી રહ્યો. આ પહેલાં પણ મારી ડેટિંગ લાઇફ વિશે ઘણી ચર્ચા થઈ છે જેમાંની કેટલીક વાતો સાચી છે અને કેટલીક ખોટી. પહેલાં હું આવી ચર્ચાને મજાકમાં લઈ લેતો હતો. ક્યારેક તો મને આની અપડેટ મીડિયા પાસેથી મળતી હતી. જોકે સમયની સાથે મને અહેસાસ થયો કે આવી સિચુએશન ન સર્જાય એ માટે મારે વધારે સાવધાન રહેવાની જરૂર છે.’


