કરણ જોહરે જાહેરાત કરી એપિક સિરીઝની
કરણ જોહરે હાલમાં જ ‘એપિક સિરીઝ’ની જાહેરાત કરી. આ સિરીઝમાં ભારતની આઝાદીનાં ૭૫ વર્ષને સેલિબ્રેટ કરવામાં આવશે. નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલા કૅમ્પેન ‘ચેન્જ વિધિન’ હેઠળ આ શોને બનાવવામાં આવશે. ગાંધી જયંતી નિમિતે કરણ જોહર, એકતા કપૂર અને આનંદ એલ. રાય જેવા ઘણા ફિલ્મમેકર્સ નરેન્દ્ર મોદીને મળ્યા હતા. આ શો દ્વારા કરણ જોહર યુવાનોને દેશની બહાદુરી, કલ્ચર અને સાહસ વિશે માહિતગાર કરશે. શોની જાહેરાત કરતાં કરણ જોહરે ટ્વીટ કર્યું હતું કે ‘સ્વતંત્રતાનાં ૭૫ વર્ષને સેલિબ્રેટ કરવા માટે કરવામાં આવેલી શરૂઆત ‘ચેન્જ વિધિન’ હેઠળ આપણી પહેલી એપિક સિરીઝની જાહેરાત કરીને ખૂબ જ ખુશી થઈ રહી છે. રાજકુમાર સંતોષી, દિનેજ વિજન અને મહાવીર જૈન સાથે મળીને અમે આપણા ફ્રીડમની ઘણી સ્ટોરીઝને લોકો સમક્ષ લાવીશું.’


