અનુ કપૂરને સણસણતો જવાબ આપ્યો કંગનાએ
અનુ કપૂર, કંગના રનોટ
અનુ કપૂરે એક પ્રેસ-કૉન્ફરન્સમાં કંગના રનૌતને ઓળખવાની સ્પષ્ટ ના ભણી દીધી હતી. હવે એને લઈને કંગનાએ તેમને સોશ્યલ મીડિયામાં જવાબ આપ્યો છે. કંગનાને પડેલી થપ્પડ વિશે જ્યારે અનુ કપૂરને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું, ‘કોણ છે કંગના? કોઈ હિરોઇન છે? સુંદર છે?’
તેમનો આ જવાબ સાંભળીને કંગનાની લાગણી દુભાઈ છે. એ વિશે ઇન્સ્ટાસ્ટોરી પર કંગનાએ લખ્યું છે કે ‘શું તમે અનુ કપૂરની એ વાતથી સહમત છો કે આપણે સફળ મહિલા પ્રત્યે નફરત રાખીએ છીએ. એમાં પણ જો તે વધુ સુંદર હોય તો વધુ નફરત કરવાની અને જો તે પાવરફુલ હોય તો એનાથી પણ વધુ નફરત કરવાની. શું આ સાચું છે.’


