ઇમર્જન્સીને પ્રતિષ્ઠિત અમેરિકન અવૉર્ડ મળવો જોઈએ એવી ચાહકની કમેન્ટનો કંગનાએ આવો જવાબ આપ્યો
કંગના રનૌત
ઍક્ટ્રેસ કંગના રનૌતની ફિલ્મ ‘ઇમર્જન્સી’ ૧૭ જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મને બૉક્સ-ઑફિસ પર ખાસ સફળતા નહોતી મળી પણ ઓવર ધ ટૉપ (OTT) પ્લૅટફૉર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થયા પછી આ ફિલ્મને ઘણી પ્રશંસા મળી રહી છે. ઘણા લોકોએ તો ફિલ્મને ઑસ્કરમાં એન્ટ્રી માટે દાવેદાર ગણાવી છે. જોકે ફૅન્સની આ કમેન્ટનો જવાબ આપતાં કંગનાએ કહી દીધું કે ‘અમેરિકા એનો સાચો ચહેરો જોવા માગશે નહીં. એ વિકાસશીલ દેશોને કેવી રીતે ધમકી આપે છે, દબાવે છે અને દબાણ કરે છે એ ‘ઇમર્જન્સી’ના કારણે પ્રકાશમાં આવ્યું છે. અમેરિકા પોતાનો ‘સિલી’ ઑસ્કર એની પાસે જ રાખે, આપણી પાસે આપણો નૅશનલ અવૉર્ડ છે.`
આ ફિલ્મમાં કંગના રનૌતે ભૂતપૂર્વ વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીની ભૂમિકા ભજવી છે. ફિલ્મમાં તેની સાથે મહિમા ચૌધરી, શ્રેયસ તલપડે, અનુપમ ખેર જેવા ઘણા કલાકારો ફિલ્મમાં અગત્યના રોલમાં છે.

