Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Kangana Ranaut Emergency: કંગનાની ‘ઈમરજન્સી’ પર ફરી સેન્સર બૉર્ડની કાતર, રીલીઝ કરવા મુકાઇ આટલી શરત

Kangana Ranaut Emergency: કંગનાની ‘ઈમરજન્સી’ પર ફરી સેન્સર બૉર્ડની કાતર, રીલીઝ કરવા મુકાઇ આટલી શરત

Published : 08 September, 2024 09:15 AM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Kangana Ranaut Emergency: જ્યારથી આ ફિલ્મનું ટ્રેલર રીલિઝ કરવામાં આવ્યું છે ત્યારથી લઈને અત્યારસુધી ઘણો હોબાળો મચી જવા પામ્યો છે.

કંગના રનૌતની ફાઇલ તસવીર

કંગના રનૌતની ફાઇલ તસવીર


કી હાઇલાઇટ્સ

  1. સ્ક્રીનિંગ કમિટીએ તેને `UA` સર્ટિફિકેશન માટે શરતે મંજૂરી આપી હતી
  2. ફિલ્મ નિર્માતાઓ આ ફીમમાં ત્રણ કટ કરવા પડશે
  3. નેતાના મૃત્યુના પ્રત્યાઘાતમાં બિરાદીમાંથી કોઈ એકે બોલેલ અપશબ્દને બદલવા પડશે

છેલ્લા ઘણા સમયથી બોલિવૂડની જાણીતી અભિનેત્રી કંગના રનૌત અત્યારે મીડિયામાં તેની આગામી ફિલ્મ ‘ઈમરજન્સી’ને (Kangana Ranaut Emergency) લઈને છવાયેલી જોવા મળી રહી છે. 


કંગનાની આ ફિલ્મ ઈમરજન્સીને લઈને ઘણો જ ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. એમ કહી શકાય કે જ્યારથી આ ફિલ્મનું ટ્રેલર રીલિઝ કરવામાં આવ્યું છે ત્યારથી લઈને અત્યારસુધી ઘણો હોબાળો મચી જવા પામ્યો છે. જોકે, આ ફિલ્મ 6 સપ્ટેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી, પરંતુ આ ફિલ્મ (Kangana Ranaut Emergency)ને લઈને થયેલા વિરોધ બાદ તેની રીલીઝને રોકી દેવામાં આવી હતી. હવે આ જ ફિલ્મને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે.



સેન્સર બૉર્ડની કાતર ચાલી, કહ્યું આટલા કટ કરવા પડશે 


સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC)ની સ્ક્રીનિંગ કમિટીએ તેને `UA` સર્ટિફિકેશન માટે એ શરતે મંજૂરી આપી હતી કે ફિલ્મ નિર્માતાઓ આ ફીમમાં ત્રણ કટ કરવા પડશે. આ ફિલ્મમાં જે ઐતિહાસિક નિવેદનો ઉમેરવામાં આવ્યા છે તે માટેના તથ્યપૂર્ણ સ્ત્રોત પણ લાવવા માટે કહેવામાં આવ્યું છે.

આ ત્રણ દ્રશ્યો હટાવવા પડશે ફિલ્મ નિર્માતાઓએ


સેન્સર બૉર્ડ દ્વારા આ ફિલ્મના નિર્માતાઓ (Kangana Ranaut Emergency)ને જણાવવામાં આવ્યું છે કે આ ફિલ્મમાં એક એવું દ્રશ્ય બતાવવામાં આવ્યું છે જેમાં પાકિસ્તાની સૈનિકો બાંગ્લાદેશી શરણાર્થીઓ પર હુમલો કરે છે, ખાસ કરીને તે દ્રશ્ય જ્યાં એક સૈનિક નવજાત બાળક અને ત્રણ મહિલાઓનો શિરચ્છેદ કરે છે. આ સીનને બૉર્ડ દ્વારા હટાવી દેવ અથવા તો પછી બદલી દેવાનું કહેવામાં આવ્યું છે.

અત્યારે એવા પણ અહેવાલ સામે આવી રહ્યા છે કે આ ફિલ્મમાંથી ત્રણ દ્રશ્યો કટ કરી નાખવામાં આવ્યા છે. આ ત્રણેય કટ સેન્સર બૉર્ડ દ્વારા અયોગ્ય ઠેરવવામાં આવ્યા હતા. આ દ્રશ્યોમાં યુએસ પ્રમુખ રિચર્ડ નિક્સનના ભારતીય મહિલાઓ પ્રત્યે અપમાનજનક શબ્દો અને વિન્સ્ટન ચર્ચિલના નિવેદનોનો સમાવેશ થાય છે, અહીં ભારતીયો `સસલાની જેમ પ્રજનન’ કરે છે એવા ઉક્તનો સમાવેશ થાય છે.

એટલું જ નહીં પરંતુ બૉર્ડ દ્વારા ફિલ્મ નિર્માતાઓને એમ પણ કહેવામાં આવ્યું છે કે એક નેતાના મૃત્યુના પ્રત્યાઘાતમાં બિરાદીમાંથી કોઈ એકે બોલેલ અપશબ્દને બદલીને મૂકવાના રહેશે. સમિતિએ ફિલ્મમાં એક જગ્યાએ ઉલ્લેખિત પરિવારની અટક પણ બદલી દેવાનું સૂચન કર્યું છે. 

કંગનાએ નારાજગી વ્યક્ત કરી હતી 

હાલમાં જ કંગના (Kangana Ranaut Emergency)એ આ મુદ્દે નારાજગી વ્યક્ત કરતાં ટ્વિટર પર જણાવ્યું હતું કે મારી સાથે જ સેન્સર બોર્ડના લોકોને પણ ઘણી ધમકીઓ મળી રહી છે. અમને શ્રીમતી ગાંધી, જરનૈલ સિંહ ભિંડરાવાલેની હત્યા અને પંજાબના રમખાણોને ન બતાવવાનું દબાણ કરવામાં આવી રહ્યું છે. પછી શું બતાવવું તે જ મને તો સમજાતું નથી. મને ખબર નથી કે શું બતાવવું કે પછી મૂવી અચાનક જ બ્લેક આઉટ થઈ જાય.

Whatsapp-channel Whatsapp-channel

08 September, 2024 09:15 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK