આ એક બાયોપિક છે જેમાં કાર્તિક એક નહીં, પરંતુ ઘણી સ્પોર્ટ્સ રમતો જોવા મળી રહ્યો છે
કાર્તિક આર્યન
કાર્તિક આર્યનની ‘ચંદુ ચૅમ્પિયન’ના લુકનાં વખાણ થતાં ફિલ્મના ડિરેક્ટર કબીર ખાને આ પાછળની સ્ટોરી જણાવી છે. આ એક બાયોપિક છે જેમાં કાર્તિક એક નહીં, પરંતુ ઘણી સ્પોર્ટ્સ રમતો જોવા મળી રહ્યો છે. આ વિશે વાત કરતાં કબીર ખાન કહે છે, ‘અમારી ‘ચંદુ ચૅમ્પિયન’ની સ્ટોરી ખૂબ જ પ્રેરણાત્મક છે અને કાર્તિક જે રીતે ચૅમ્પિયન બન્યો છે એ પણ ઇન્સ્પાયરિંગ છે. તેણે એક પાત્ર માટે વજન વધાર્યું હતું ત્યારે હું તેને મળ્યો હતો. એ સમયે તેની બૉડી ફૅટ ૩૯ ટકા હતી. દોઢ વર્ષ બાદ તે જ્યારે મારી પાસે આવ્યો ત્યારે તેની બૉડી ફૅટ ફક્ત સાત ટકા હતી. તેણે કોઈ પણ સ્ટેરૉઇડ્સનો ઉપયોગ નહોતો કર્યો. કાર્તિક, મને તારા પર ગર્વ છે.’

