Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > જૉનના પાત્રની પ્રીક્વલમાં દેખાશે હૃતિક?

જૉનના પાત્રની પ્રીક્વલમાં દેખાશે હૃતિક?

Published : 03 February, 2023 05:00 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ એક યુનિવર્સ છે અને તમે કોઈ પણ પાત્ર સાથે કંઈ પણ કરી શકો છો.

જૉન એબ્રાહમ અને હૃતિક રોશન

જૉન એબ્રાહમ અને હૃતિક રોશન


‘પઠાન’માં જૉન એબ્રાહમના પાત્રને ખૂબ જ પસંદ કરવામાં આવ્યું છે અને હવે એની પ્રીક્વલ બનશે એવી ચર્ચા ચાલી રહી છે. યશરાજ ફિલ્મ્સ દ્વારા બનાવવામાં આવેલા આ સ્પાય યુનિવર્સમાં હવે કબીર, પઠાન અને ટાઇગર બાદ જિમનો પણ સમાવેશ કરવામાં આવશે એવી ચર્ચા છે. આ વિશે પૂછતાં ‘પઠાન’ના ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદે કહ્યું કે ‘બની શકે, કેમ નહીં? કંઈ પણ થઈ શકે છે. આ એક યુનિવર્સ છે અને તમે કોઈ પણ પાત્ર સાથે કંઈ પણ કરી શકો છો. જિમની પ્રીક્વલ પણ બની શકે છે. બની શકે કે જિમનું મૃત્યુ પણ ન થયું હોય. હાર્નેસથી તે બચી પણ ગયો હોય અથવા તો પૅરેશૂટ પણ હોય. કંઈ પણ થઈ શકે છે.’


કબીર અને પઠાન સાથે જોવા મળશે કે નહીં એ વિશે સિદ્ધાર્થે કહ્યું કે ‘એ વિશે અમે વિચાર કર્યો હતો, પરંતુ અમે હજી આ યુનિવર્સની શરૂઆત કરી છે અને દરેકને સાથે લાવવામાં ઉતાવળ નથી કરવી. તેમને સાથે જરૂર લાવવામાં આવશે, પરંતુ વાર લાગશે.’



336


શાહરુખ, જૉન એબ્રાહમ અને દીપિકાની ‘પઠાન’ના હિન્દી વર્ઝને બુધવાર સુધીમાં આટલા કરોડ રૂપિયાનો કર્યો વકરો.


Whatsapp-channel Whatsapp-channel

03 February, 2023 05:00 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK