લાલ સાડીમાં જુઓ કેવો ઠાઠ દેખાયો જાહ્નવી કપૂરનો
તસવીરો : સૈયદ સમીર અબેદી
જાહ્નવી કપૂર હંમેશાં તેની ફૅશન અને સ્ટાઇલથી લોકોને આકર્ષિત કરે છે. આવો જ અંદાજ બુધવારે રાત્રે દેખાયો જ્યારે તે એમ્બ્રૉઇડરીવાળી લાલ સાડીમાં નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરમાં પહોંચી હતી. પ્રસંગ હતો શ્રી કૃષ્ણ પરની જગતની સૌપ્રથમ મેગા મ્યુઝિકલ પ્રસ્તુતિ ‘રાજાધિરાજ’ના પ્રીમિયર શોની. આ પ્રસંગ માટે જાહ્નવીએ જે સાડી પહેરી હતી એની કિંમત ૧.૧૫ લાખ રૂપિયા આંકવામાં આવી છે. સાથે જ એના પર હેવી એમ્બ્રૉઇડરીવાળા ટર્કોઇઝ કલરના બ્લાઉઝની કિંમત અંદાજે ૪૬,૫૦૦ રૂપિયા છે. આ કૉન્ટ્રાસ્ટ કૉમ્બિનેશનમાં તે ખૂબસૂરત દેખાઈ રહી હતી. જાહ્નવી હંમેશાં તેના ફેવરિટ ડિઝાઇનર મનીષ મલ્હોત્રાએ ડિઝાઇન કરેલા આઉટફિટ્સ પહેરે છે. જોકે આ વખતે તેણે કરણ તોરાનીની ડિઝાઇન કરેલી સાડી પર પસંદગી ઉતારી છે. એના પર પહેરેલી હેવી જ્વેલરીએ તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દીધા હતા.
રાજાધિરાજના પ્રીમિયર શોમાં બીજું કોણ-કોણ દેખાયું?
ADVERTISEMENT

રિતેશ દેશમુખ, જેનેલિયા ડિસોઝા અને તેમના પુત્રો

આમિર ખાન

કરિશ્મા કપૂર

નીતીશ ભારદ્વાજ


