છેલ્લે આલિયા ભટ્ટની ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ ખૂબ જ હિટ રહી હતી, જે ફિલ્મમાં પૂરી રીતે હિરોઇન પર ફોકસ કરવામાં આવ્યું હતું
વિદ્યા બાલન
વિદ્યા બાલનનું કહેવું છે કે જે પણ હિરોઇનની ફિલ્મ સફળ રહે એનું શ્રેય ડિરેક્ટરને આપવામાં આવે છે અને એ ખૂબ જ ખોટું છે. છેલ્લે આલિયા ભટ્ટની ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ ખૂબ જ હિટ રહી હતી, જે ફિલ્મમાં પૂરી રીતે હિરોઇન પર ફોકસ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ સફળ રહી હતી અને એનું શ્રેય સંજય લીલા ભણસાલીને આપવામાં આવ્યું હતું. આ વિશે એક ઇન્ટરવ્યુમાં વિદ્યાએ કહ્યું હતું કે ‘ગંગુબાઈ કેવી રીતે સફળ રહી? કોઈ મહિલાની ફિલ્મ સફળ રહે તો એની ક્રેડિટ મહિલાઓને મળે છે. આ ખૂબ જ ખોટું છે. આજે અમે જે જગ્યાએ છીએ ત્યાં પહોંચવા માટે ઘણી મહેનત કરી છે. અમે ફિલ્મોને અમારા ખભે ઊંચકી છે. ઘણી હિરોઇન હવે એવું કરી રહી છે. પોસ્ટ-પૅન્ડેમિકનો સમય મને ખૂબ જ પસંદ પડી રહ્યો છે, કારણ કે હીરોની મોટા ભાગની ફિલ્મો નથી ચાલી રહી. તેઓ હવે એમ કહી રહ્યા છે કે હિરોઇનની ફિલ્મો તો બિલકુલ નહીં ચાલે. એકદમ બકવાસ વાત છે આ. હું તેમને કહેવા માગું છું કે ગંગુબાઈ વિશે શું કહેશો? મોટા ભાગના હીરોની ફિલ્મો કરતાં એ વધુ ચાલી હતી.’