ઈશિતા દત્તા અને તેના હસબન્ડ વત્સલ શેઠે દીકરાનું નામ વાયુ રાખ્યું છે.
ઈશિતાએ દીકરાનું નામ રાખ્યું વાયુ
ઈશિતા દત્તા અને તેના હસબન્ડ વત્સલ શેઠે દીકરાનું નામ વાયુ રાખ્યું છે. ૨૦ જુલાઈએ ઈશિતાએ દીકરાને જન્મ આપ્યો હતો. તાજેતરમાં નામકરણવિધિ તેમના ઘરે રાખવામાં આવી હતી એનો વિડિયો ઈશિતાએ શૅર કર્યો હતો. ઘરમાં બલૂન્સથી ડેકોરેશન કરવામાં આવ્યું હતું. સાથે જ બલૂન પર ‘વાયુ’ નામ લખાયેલું હતું. વિડિયોમાં દેખાય છે કે ઈશિતા બાળકને લઈને પ્રવેશે છે અને ૪ મહિલાઓ બાળકને ચાદરમાં રાખીને ઝૂલો ઝુલાવે છે. ત્યાર બાદ ઈશિતા અને વત્સલ બાળકને વહાલ કરતાં દેખાય છે. એ વિડિયોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને ઈશિતાએ કૅપ્શન આપી હતી, ‘અમારા નાનકડા બાળક વાયુ શેઠની નામકરણ સેરેમની રાખવામાં આવી હતી.’


