મુંબઈની ગુજરાતી મહિલાઓ જેની આખું વર્ષ આતુરતાથી રાહ જુએ છે એ ‘મિડ-ડે’ મહિલા ક્રિકેટની ગઈ કાલે ઘાટકોપર જૉલી જિમખાનામાં શરૂઆત થઈ હતી. ઓપનિંગ સેરેમનીમાં બૉલીવુડના ઍક્ટર વત્સલ શેઠ સહિત અનેક માનવંતા મહેમાનોએ હાજરી આપી હતી અને મહિલા પ્લેયરોનો જુસ્સો વધાર્યો હતો. ઓપનિંગ સેરેમનીની શરૂઆત સરસ્વતી આર્ટ વિદ્યાનિકેતન અને એમબી રૉક્સ ડાન્સ એકેડેમીનાં બાળકો દ્વારા જબરદસ્ત ડાન્સ-પર્ફોર્મન્સથી થઈ હતી. ત્યાર બાદ એક અનોખી સ્ટાઇલમાં રામનામની ગુંજ સાથે ‘મિડ-ડે કપ’ પરથી પડદો ઊંચકાયો હતો.
(તસવીરો : અનુરાગ અહિરે)
20 January, 2024 11:00 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent