અફેરની અફવા વચ્ચે સુસ્મિતાની ચોખવટ
સુસ્મિતા દીકરી સાથે
સુસ્મિતા સેનનાં ત્રણ વર્ષ અગાઉ મૉડલ રોહમન શૉલ સાથેના રિલેશનનો અંત આવ્યો હતો. ૨૦૨૧માં બન્નેએ બ્રેકઅપ વિશે જણાવ્યું હતું. જોકે કેટલીક ઇવેન્ટ્સમાં તેઓ સાથે જોવા મળે છે. હવે ફરીથી તેમની વચ્ચે રિલેશન હોવાની ચર્ચા છે. એ વિશે ચોખવટ કરતાં સુસ્મિતા કહે છે, ‘મારી લાઇફમાં કોઈ પુરુષ નથી. હું થોડા સમયથી સિંગલ છું. ૨૦૨૧થી હું રિલેશનમાં નથી. હું સિંગલ છું. મારી લાઇફમાં અદ્ભુત લોકો જેવા કે ફ્રેન્ડ્સ છે અને તેઓ મારા કૉલની રાહ જોતા હોય છે કે હું તેમને કહું કે આપણે ગોવા જઈ રહ્યા છીએ. હાલમાં તો મને કોઈમાં ઇન્ટરેસ્ટ પણ નથી. હું પાંચ વર્ષ રિલેશનમાં હતી એથી બ્રેક લેવો પણ જરૂરી છે.’
તું કૂલ છે, તારે લગ્ન શું કામ કરવાં છે? : સુસ્મિતા લગ્ન કરે એવી તેની દીકરીની ઇચ્છા નથી
ADVERTISEMENT
સુસ્મિતા સેનની અડૉપ્ટ કરેલી દીકરીઓ રેની અને અલીઝેને પિતાની ઊણપ નથી વર્તાતી, કેમ કે તેમને પહેલેથી જ પિતાનો પ્રેમ નથી મળ્યો. સુસ્મિતાએ જ તેમને માટે મા-બાપની ભૂમિકા ભજવી છે એથી સુસ્મિતાની દીકરી નથી ચાહતી કે તેની મમ્મી લગ્ન કરે. સુસ્મિતાએ પહેલી દીકરી રેનીને ૨૦૦૦માં અને બીજી દીકરીને ૨૦૧૦માં દત્તક લીધી હતી. દીકરીઓ સાથે સુસ્મિતાના સંબંધ મધુર છે. સુસ્મિતાને પૂછવામાં આવ્યું કે તારાં લગ્ન વિશે તારી દીકરી રેની શું કહે છે? એનો જવાબ આપતાં સુસ્મિતા કહે છે, ‘રેની તો ચોખ્ખી ના પાડે છે. તે કહે છે કે લગ્નની શું જરૂર છે? ન આ વ્યક્તિ સાથે કે ન પેલી વ્યક્તિ સાથે. લગ્ન ન કર. લગ્ન શું કામ કરવાં છે તારે? તું કૂલ છે.’

