Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > હનુમાન અંશની પ્રોડ્યુસર હવે બાગેશ્વર ધામ પર બનાવશે ફિલ્મ?

હનુમાન અંશની પ્રોડ્યુસર હવે બાગેશ્વર ધામ પર બનાવશે ફિલ્મ?

Published : 21 September, 2026 03:29 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

‘હનુમાન અંશ’ની સફળતા બાદ પ્રોડ્યુસર અનુપ્રિયા નાગર બાગેશ્વર ધામ પહોંચી હતી. ત્યાર બાદ બાગેશ્વર ધામ પર ફિલ્મ બનાવવાની ચર્ચા શરૂ થઈ હતી. જોકે અનુપ્રિયાએ કહ્યું કે પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના માર્ગદર્શન બાદ જ નિર્ણય લેશે.

 ધીરેન્દ્ર શાસ્ત્રી અને અનુપ્રિયા નાગર

ધીરેન્દ્ર શાસ્ત્રી અને અનુપ્રિયા નાગર


નીમ કરૌલી બાબા પર બનેલી ફિલ્મ ‘હનુમાન અંશ’ની સફળતાએ સમગ્ર ફિલ્મ-ઇન્ડસ્ટ્રીને ચોંકાવી દીધી છે. માત્ર બે કરોડ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મે અનેકગણી વધુની કમાણી કરી લીધી છે. ફિલ્મને રિલીઝ થયાને ૪૦ દિવસથી વધુ સમય પસાર થઈ ગયો છે છતાં એને દર્શકોનો ભરપૂર પ્રેમ મળી રહ્યો છે. આ દરમ્યાન ફિલ્મની પ્રોડ્યુસર અનુપ્રિયા નાગર બાગેશ્વર ધામ પહોંચી હતી. છેલ્લા કેટલાક સમયમાં અનુપ્રિયા બીજી વખત બાગેશ્વર ધામ પહોંચી હતી અને પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે પણ મુલાકાત કરી હતી. આ ઘટનાક્રમ પછી હવે તે બાગેશ્વર ધામ પર ફિલ્મ બનાવવાનું પ્લાનિંગ કરી રહી હોવાનાી ચર્ચાએ જોર પકડ્યું છે.
જોકે અનુપ્રિયાએ આ ચર્ચાના મામલે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે  ‘બાગેશ્વર ધામ પર ફિલ્મ બનાવવાનો નિર્ણય હું ત્યારે જ લઈશ જ્યારે પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી અને સંન્યાસી બાબા એટલે કે પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના પૂર્વજ મને આ અંગે માર્ગદર્શન આપશે. હું આ વાત કહેતી આવી છું કે હું ફિલ્મ બનાવતી નથી, નીમ કરૌલી બાબાએ જ મને ફિલ્મ તરફ મોકલી હતી. મને આ ફિલ્મ માટે પસંદ કરવામાં આવી હતી એટલે હું એમાં જોડાઈ. મને લાગે છે કે ગુરુજી મારું માર્ગદર્શન કરશે ત્યાર બાદ જ હું મારી આગામી ફિલ્મ બનાવીશ. આવી વાર્તાઓ દુનિયા સુધી પહોંચાડવી મારા માટે સૌભાગ્યની વાત હશે.’


Whatsapp-channel Whatsapp-channel

21 September, 2026 03:29 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK